- કલાપી બેરડીયા
-
પ્રમોટરે પ્રોજેક્ટનુ RERA સમક્ષ નહોતી કરાવી નોંધણી
-
નોંધણી કરાવ્યા વગર યુનિટ્સનુ બુકિંગ-વેચાણ કર્યું
-
પ્રમોટર દંડની રકમ 15 દિવસમાં ભરે - RERA
વડોદરાના શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સ દ્વારા તેના મેપલ સિગ્નેચર પ્રોજેક્ટનુ RERA સમક્ષ નોંધણી કરાવ્યા પહેલા જ પ્રોજેક્ટમાં યુનિટ્સના બુકિંગ કે વેચાણ માર્કેટિંગ કરવામાં આવતા, RERAએ શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સને રુ. 1 લાખનો દંડ કર્યો છે. RERAએ હુકમ કર્યો છે કે, પ્રમોટરે દંડની આ રકમ ૧૫ દિવસમાં ભરી દેવી. RERA એ પણ સુચન કર્યુ છે કે, પ્રમોટર દ્વારા ભવિષ્યમાં ફરીથી આવી ભૂલ ન થાય તે બાબતની કાળજી રાખવામાં આવે.

RERAના ધ્યાન પર આવ્યું હતુ કે, આ પ્રોજેક્ટની RERAમાં નોંધણી વગર જ યુનિટનુ બુકિંગ કે વેચાણ કરેલ છે. જેથી, RERAએ સુઓમોટો લઈને પ્રમોટરને નોટિસ પાઠવી હતી. આ પછી, પ્રમોટરે તેના બચાવમાં રજૂઆત કરી હતી કે, મહાનગરપાલિકામાંથી આ પ્રોજેક્ટ માટે રજાચિઠ્ઠી પાસ થઈ શકી નહિં, એટલે પ્રોજેક્ટ શરુ કરેલ નથી. પ્રોજેક્ટમાં લીધેલા તમામ બુકિંગ અવેજ ગ્રાહકોને પરત કરવાની કામગીરી હાથ ધરી પ્રોજેક્ટમાં લીધેલા બુકિંગ પૈકી મોટાભાગના બુકિંગ પરત કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત, બાકી રહેલ ચુકવણી પણ ટૂંક સમયમાં પૂરી કરી દેવા માટેની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવેલ છે અને ગ્રાહકોને આ બાબતે જાણ કરી દેવામાં આવેલ છે.