રિઝર્વ બેંકે (Reserve Bank of India)આજે મહત્વની જાહેરાત કરી શકે છે. રિર્ઝવ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહત્વની બાબતો પર નિર્ણય લેવા ત્રણ દિવસીય મોનેટરી પોલીસી કમિટી (MPC)ની બેઠક યોજી હતી. MPCની મીટિંગ આજે પૂર્ણ થઈ જતાં RBI રેપો રેટમાં ઘટાડો તેમજ મોંઘાવારીને ધ્યાનમાં રાખી વ્યાજદરમાં ઘટાડો કરવા જેવી બાબતો પર જાહેરાત કરી શખે છે. શક્તિકાંત દાસ બાદ સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે. આજે 10 વાગ્યાની આસપાસ સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં MPCની કમિટી મહત્વની બાબતો પર લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી શકે છે.


રેપો રેટ ઘટશે તો લોન સસ્તી થશે.

રિઝર્વ બેંક ક્રેડિટ પોલિસીમાં જાહેરાત કરે તેવી શકયતા દેખાઈ રહી છે. રેપો રેટ 0.25 ટકા ઘટવાની શક્યતા પણ છે. જો રેપો રેટ ઘટશે તો લોન સસ્તી થશે.હાલ રેપો રેટ 6.5 ટકા પર યથાવત છે. ત્યારે મોંઘવારીને ધ્યાનમાં રાખી વ્યાજદરમાં ઘટાડો આવી શકે. મોટાભાગના નિષ્ણાતોએ વ્યાજદર ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2023થી વ્યાજદરમાં કોઇ ફેરફાર નથી કર્યો. છેલ્લે મે 2020માં રેપો રેટ 0.40 ટકા ઘટાડ્યો હતો. ત્યારબાદ મે 2022થી યુક્રેન યુદ્ધ બાદ વ્યાજદરમાં વધારો કરી ફેબ્રુઆરી 2023 સુધી તેને સતત વધારી 6.5 ટકા પર લાવ્યા અને ત્યારથી વ્યાજદર 6.5 ટકા પર સ્થિર છે.આ જોતાં અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે RBI 25 બેસિસનો રેપો રેટમાં ઘટાડો કરી શકે છે.

મોનેટરી પોલીસી કમિટીએ ત્રણ દિવસીય બેઠક

RBIની મોનેટરી પોલીસી કમિટીએ ત્રણ દિવસીય બેઠક યોજી હતી. જે આજે પૂર્ણ થાય છે. MPC બેઠકમાં નાણામંત્રી દ્વારા 2025ના કેન્દ્રીય બજેટમાં નીતિ સુધારાને લઈને જાહેરાત કરી હતી તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે રાજકોષી એકત્રીકરણ પર ધ્યાન આપવામાં આવ્યું. આ ઉપરાંત અમેરીકામાં બદલાયેલ નેતૃત્વની ભારતની અર્થવ્યવસ્થા પર કેવી અસર પડશે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરાઈ. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ ખાસ કરીને ભારતના વ્યવસાયિક વેપારમાં કેવો બદલાવ આવશે તે બાબતની ચર્ચા મહત્વની રહી. હાલમાં ડોલર સામે રૂપિયો બહુ નબળો પડતા બેકિંગ સિસ્ટમ, ડિજિટલ પેમેન્ટ તેમજ રેપો રેટ મુદ્દે નવા આર્થિક સુધારા કરવાની આ બેઠકમાં દરખાસ્ત કરાઈ હતી. આરબીઆઈ એમપીસીની ત્રણ દિવસીય બેઠક બાદ આજે રેપો રેટ જેવા મુદ્દે મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.

RBIના ગવર્નર તરીકે હોદ્દો સંભાળ્યા બાદ સંજય મલ્હોત્રા આ પહેલી MPC બેઠક છે. ફેબ્રુઆરીની બેઠક ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી બેઠક છે. આ નાણાકીય વર્ષમાં RBI MPCની બેઠકો વર્ષ 2024માં ૩-૫ એપ્રિલ, ૫-૭ જૂન,૬-૮ ઓગસ્ટ,૭-૯ ઓક્ટોબર, ૪-૬ ડિસેમ્બર અને વર્ષ 2025માં ૫-૭ ફેબ્રુઆરીમાં યોજાઈ.

  • Follow us on: