• રેશ્મા પટેલ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ હતા
  • ટિકિટ ન મળતા રેશ્મા પટેલે આપ્યું રાજીનામું
  • રેશ્મા પટેલે ગોંડલથી દાવેદારી કરી હતી

કોંગ્રેસ સાથે ગઠબંધન બાદ NCPમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રેશ્મા પટેલને ગોંડલથી ટિકિટ ના આપતા રેશ્મા પટેલ સહિત અનેક હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. રાજકોટ જિલ્લા પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. 15થી વધુ હોદ્દેદારોએ અત્યાર સુધી રાજીનામાં આપ્યા છે. NCPએ કોંગ્રેસ સાથે 3 બેઠકો પર ગઠબંધન કર્યું હતું. કોંગ્રેસે NCP ને ગોંડલ બેઠક ફાળવી ન હતી. જેથી રેશ્મા પટેલને NCPએ ટિકિટ આપી નથી. રાજીનામાં બાદ રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે હું તૈયાર હતી પરંતુ કોંગ્રેસ અને NCPના ગઠબંધનને લઈ હું ચૂંટણી લડી શકું તેમ નથી. પરંતુ હું ભાજપને હરાવવા માટે પુરતા પ્રયત્ન કરીશ. હું અપક્ષમાંથી ચૂંટણી લડવાની નથી.


  • Follow us on: