રાજકોટના રીબડાના અમિત ખૂંટના આત્મહત્યા કેસ અંગે રોષનો માહલો યથાવત છે. જેને લઇને પોલીસ કામગીરી પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. કારણે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ મામલે રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આરોપીઓ સુધી કેવી રીતે પહોંચવુ અને અમિત ખૂંટને કેવી રીતે ન્યાય અપાવવો તે મામલે ચર્ચાઓ હાથ ધરાઇ હતી. પોલીસની ભૂમિકા મામલે પણ પાટીદાર યુવકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ક્યારે પકડાશે આરોપીઓ?
રાજકોટના રીબડાના અમિત ખૂંટના આત્મહત્યા પ્રકરણે જોર પકડ્યુ છે. આ રોષના માહોલમાં પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી. ત્યારે આ મામલે અમિત ખૂંટને ન્યાય મળે અને આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાય તે માટે પાટીદાર યુવકો જાગૃત થયા છે. અને ચર્ચાઓ હાથ ધરી છે. રાજકોટમાં રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક વગડ ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં યોજાઇ હતી. અને આ બેઠકમાં કાયદાકીય રીતે લડત કેવી રીતે ચલાવવી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેસમાં હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. અનિરુદ્ધસિંહ જાડેજા, પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ ફરાર છે.
અમિત ખૂંટના આત્મહત્યાનો મામલો
રાજકોટના ગોંડલમાં રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મૃતકની પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. અને આરોપીઓને વહેલી તકે પકડવા માગ કરી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાને પકડી તેમને કડક સજા કરવામાં આવે તેવી માગ પણ મૃતકની પત્નીએ મુખ્યમંત્રીને કરી હતી. તો સાથે જ આરોપીઓ પોતાનો ભય ફેલાવીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મૃતક અમિત ખૂંટની પત્નીએ પોલીસ સુરક્ષા પણ માગી હતી.









