ખેડાના ડાકોરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડાકોર પાણી-પાણી થઈ ગયું છે, રોડ-રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, તો ડાકોર મંદિર બહાર ઘૂંટણ સુધી ભરાયા પાણી ભરાઈ ગયા છે, તો ઘણા વાહનો પણ પાણીમાં બંધ પડી જતા લોકોને રસ્તા પર વાહન મૂકીને જવાનો વારો આવ્યો છે.
ખેડા જીલ્લામા સાર્વત્રિક વરસાદ
સમગ્ર ગુજરાતમાં ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદથી સમગ્ર ડાકોર પાણી પાણી થયું છે, ડાકોરના તમામ રોડ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, ડાકોર રણછોડરાયજી મંદિર બહાર ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે સાથે સાથે ગટરની લાઈનમાં સમસ્યા હોવાથી પાણી બેક મારી રહ્યાં છે અને રોડ પર પાણી ભરાયા છે.
નડિયાદમાં પણ ભારે વરસાદ થયો
નડિયાદમાં મોટા હોડિંગ્સ,છાપરા ઉડ્યા અને કમોસમી વરસાદ પડતા વૈશાખ મહિનામાં અષાઢી માહોલ છવાયો હતો. ધોધમાર વરસાદ પડતા લારી, પાથરણા વાળાએ પોતાનો સરસામાન પલળે નહીં તે માટે તેને સલામત ખસેડવા અને ઢાંકવા માટે દોડધામ કરી મૂકી હતી. ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. જયારે પાર્ટી પ્લોટમાં લગ્નના મંડપ ઉડી ગયા હતા. લગ્નના પરિવારજનો ચિંતિત. વાવાઝોડાના પગલે વિજળી ડૂલ થઈ જતા અંધારાપટ છવાઈ ગયો હતો.









