- આણંદ માર્ગ મકાન વિભાગની બેદરકારી....
- વાંરવાર રિનોવેશન કરવા છતાં માર્ગ ખખડધજ બન્યો
- આ માર્ગ રિનોવેશન કરવામાં આવે તેવી માંગ
ગંભીરા થી બોરસદ સુધીનો માર્ગ પર અવારનવાર અકસ્માતો તેમજ ભારે વાહનોની અવરજવર માટે જાણીતો માર્ગ ગણવામાં આવે છે આ માર્ગ કરોડોના ખર્ચે બનાવામાં આવ્યો હતો જેથી કરી માર્ગ પર થતા અકસ્માત રોકી શકાય પરંતુ આ માર્ગ પર જો વાત કરવામાં આવે તો બીલપાડ થી ગંભીરા સુધીનો માર્ગ ખુબજ જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા અકસ્માતનો દોર વધવા પામ્યો છે બીજી તરફ્ કિંખલોડથી ચમારા સુધી બિસ્માર હાલતમાં ફેરવાઇ જવાથી રાહદારીઓ હેરાન પરેશાન થવા પામ્યા છે વાંરવાર બીલપાડ થી ગંભીરા સુધીનો માર્ગ બન્યો ત્યારથી હલકી ગુણવત્તાના કારણ ગાબડાંનું સામ્રાજય બની ગયું છે એક બાજુ ભારે વાહનોનો આ માર્ગ પર ભારે ઘસારો છે તો બીજી બાજુ માર્ગ પર પડેલા ગાબડાંના કારણ માર્ગ પરથી પસાર થતા નાના વાહનોને જીવનું જોખમ રહયા કરે છે જેથી માર્ગ પરથી પસાર થવામાં મોતની સવારી કરવાનો વારો આવ્યો છે ઉપરાંત આંકલાવ તાલુકાના માર્ગોની સ્થિતિ જોવા જઈએ તો કિંખલોડ થી ચમારા તેમજ આંકલાવથી કોસિન્દ્રાનો માર્ગ પર ભારે ગાબડાં પડેલા નજરે પડયા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
જિલ્લાના અનેક રોડ પર ખાડા પડયા : તંત્ર નિદ્રામાં










