જૂનાગઢ મનપાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક રહિશોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. તેવામાં શહેરનાં વિવિધ વોર્ડમાંથી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ઠેર-ઠેરથી ચિમકીઓ ઉઠી રહી છે. ત્યારે વોર્ડ નંબર 5નાં રહિશોએ કોઈપણ રાજકિય પક્ષોએ મતની ભીખ માંગવા માટે આવવું નહિં તેવા બેનરો મારી અને મતદાનો બહિષ્કાર કરી નોટામાં મત નાખવાની ચિમકી ઉચ્ચારી છે.


[[$googlead]]

સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો

કલેક્ટર કચેરી નજીક આવેલ દ્વારકાપુરી સહયોગ કો.ઓ.સોસા, શંશીકુંજની પાછળ આવેલ વિસ્તારમાં 158 જેટલા બ્લોકમાં આશરે 800 થી 1000 મતદારો વસવાટ કરી રહ્યાં છે. તેમનાં જણાવ્યાં મુજબ વર્ષ-1982માં સોસાયટીનું નિર્માણ થયું છે. અને આજે પચીસેક વર્ષથી જૂનાગઢ મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે. પરંતુ આજદીન સુધી આ વિસ્તારનાં લોકો પાણી, લાઈટ અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાની વંચિત રહ્યાં છે. તો બીજી તરફ છેલ્લા પાચ થી સાત મહિનાથી રોડ- રસ્તા ખોદેલા પડેલા છે. ચાલીને પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જે બાબાતે અનેક વખત લેખીત તથાં મૌખિક રજૂઆતો કરેલી હોવા છતાં આજદિન સુધી કોઈપણ અહિંયા ફરક્યું નથી.

[[$alsoread]]


રસ્તા જે મૂજબના કીધા છે તે મૂજબના કરાયા નથી

મનપામાં રસ્તા જે 6 મીટરની પહોળાય વાળા પાસ કરેલા છે. તેને તે મુજબનાં કરી આપો. તે બાબતે પણ કોઈ આજદીન સુધી આવેલ નથી. અધિકારીઓને રૂબરૂ મળીને પણ અનેક રજૂઆતો કરેલી છે. આટલી રજૂઆતો કરવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતાં અમારી કમીટીની એક બેઠક બોલાવી અને આ વખતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. કારણ કે અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી જેથી કરીને અમે નોટામાં મત નાખી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું સર્વાનું મતે નક્કી કર્યું છે. તેમ છતાં જરૂર પડ્યે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કેમ કે અમે મનપાનાં નાગરિકો છીએ અને સરકારી વેરા ભરી રહ્યાં છીએ તેમ છતાં પ્રાથમિક સુવિધા ન મળતાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

વર્ષ-1982થી અમારો વિસ્તાર વિકાસથી વંચિત હોવાનો સ્થાનિકનો આક્ષેપ

જૂનાગઢ, સોયાટીનાં પ્રમુખ દીપકભાઈ પરમારએ આક્રોષ ઠાલવતાં જણાવ્યું કે શહેરમાં અમૂક વિસ્તારોમાં રાતો-રાત વિકાસ થઈ જાય છે. જ્યારે અમને તો આટલા વર્ષોથી અમારા વોર્ડનાં સતાધિશો કોણ છે તેનો પણ ખ્યાલ નથી. તેમજ અમે નોટામાં મત નાખીને ફરીથી ચૂંટણી યોજાય જેથી અમારા ખીસ્સા પર ભોજ વધ તેવું ઈચ્છતાં નથી. પરંતુ અમારો વાક શું? અમારૂ કામ કરો યોગ્ય સુખ સુવિધા આપો તે જરૂરી છે. કારણ કે આજે વર્ષ-1982થી અમારો વિસ્તાર વિકાસથી વંચિત છે.

વીજ લાઈનથી વડિલો, બાળકોનાં જીવને જોખમ

જૂનાગઢ, સ્થાનિક રહિશ રામભાઈ બોરિયાએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ઈલેવન કેવી લાઈન પસાર થઈ રહી છે. જે અમારા મકાનોથી માત્ર ચાર ફૂટનાં અંતરે પસાર થતી નજરે જોવા મળે છે. ત્યારે સરકારનાં ઠરાવ મુજબ ઈલેવનસ કેવીની લાઈન 5 ફૂટ દૂરથી પણ તમને તેનાં તરફ ખેચી લે ત્યારે અમારા બાળકો, માતાઓ અને વડિલોનાં જીવ પર જોખમ તોળાય રહ્યું છે. જે બાબતે અનેક રજૂઆતો કરવા છતાં વીજ વિભાગનાં સત્તાધિશોએ વીજ લાઈનને દૂર ખસેડવામાં આવી નથી.

નોટામાં મત નાખી રાજકારણીઓની આંખ ખોલશું

જૂનાગઢ, સ્થાનિક રહેવાસી યોગેશભાઈ ગઢવીએ જણાવ્યું કે મતદાન કરવું એ અમારો અધિકાર છે. એટલે અમે મતદાન કરીશું પરંતુ અમે આશરે 800 થી 1000 જેટલા અમારા વિસ્તારનાં મતદારો આ ચૂંટણીમાં નોટામાં મત નાખીશું. કારણ કે અમારે સત્તાનાં લાલચું રાજકારણીઓ કે જેઓ આજદીન સુધી અમારી વ્યસ્થા જોવા કે સાંભળવા માટે આવ્યાં નથી. તેવા રાજકિય પક્ષો અને જાડી ચામડીનાં સત્તાધિશોની આખ ઉઘાડવા માટે નોટામાં મતદાન કરીશું. 

  • Follow us on: