• ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન
  • વાહન ચાલકોએ ટાયર સળગાવી રસ્તા બ્લોક કર્યા
  • અંબાજી, વિસનગર, સિદ્ધપુર, અમદાવાદના વાહન અટવાયા

અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ ફેલાયો છે. જેમાં અકસ્માતમાં મોત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે. તથા 10 વર્ષની સજા અને રૂ. 7 લાખના દંડની જોગવાઈ કરાઇ છે. તેને વિરોધ વિવિધ જગ્યાઓ પર થઇ રહ્યો છે. ત્યારે ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન શરૂ થયુ છે.

વાહન ચાલકોએ ટાયર સળગાવી રસ્તા બ્લોક કર્યા

[[$googlead]]

વાહન ચાલકોએ ટાયર સળગાવી રસ્તા બ્લોક કર્યા છે. જેમાં અંબાજી, વિસનગર, સિદ્ધપુર, અમદાવાદના વાહન અટવાયા છે. તેમજ ડ્રાઈવરોએ પોલીસ બેરીકેડીંગ રસ્તા પર મૂક્યા છે. અકસ્માતના નવા કાયદાને લઈ સુરતમાં વિરોધ થઇ રહ્યો છે. જેમાં BRTS અને સીટી બસ ચાલકો 3 દિવસથી હડતાળ પર છે. અકસ્માતમાં મોત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે. તથા 10 વર્ષની સજા અને રૂ. 7 લાખના દંડની જોગવાઈનો વિરોધ થઇ રહ્યો છે.

[[$alsoread]]

મંડળીથી દૂધ ન લાવવામાં આવે તો અછત સર્જાવાની ભીતિ

આણંદ અમૂલ ડેરીનાં 150થી વધુ ટેન્કર ચાલકો પણ હડતાળ પર છે. જેમાં અકસ્માતમાં 10 વર્ષની કેદ અને 7 લાખ દંડનાં કાયદાનો વિરોધ આણંદમાં પણ શરૂ થયો છે. આણંદ, ખેડા, મહીસાગરમાં દૂધ સંપાદનની કામગીરીમાં વિક્ષેપ આવ્યો છે. હડતાળને લઈ 30 લાખ લીટર દૂધ બગાડવાની સંભાવના છે. મંડળીથી દૂધ ન લાવવામાં આવે તો અછત સર્જાવાની ભીતિ છે. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો પણ હડતાળ પર છે. જેમાં અકસ્માતના નવા કાયદાના વિરોધ સાથે ચક્કાજામ કર્યો છે. 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બંધ કર્યો છે. સ્ટેટ હાઈવે જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કાયદો રદ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. ટ્રક ચાલકો હડતાળ પર ઉતરતા ક્વોરી ઉદ્યોગોને નુકસાન થયુ છે.

છોટાઉદેપુરના ગોલાગામડી ગામે ટ્રક ડ્રાઈવરનો વિરોધ

છોટાઉદેપુરના ગોલાગામડી ગામે ટ્રક ડ્રાઈવરનો વિરોધ છે. જેમાં રસ્તાની બંન્ને બાજુએ ટ્રકો અને બસની કતારો લાગી છે. અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ છે. તેમાં સંખેડા પોલીસને જાણ થતા ગોલાગામડી દોડી આવી છે. ડ્રાઈવરને સમજાવી પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કર્યો છે. તથા સુરત નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે બ્લોક કરાયો છે. કામરેજ ટોલનાકા પાસે નેશનલ હાઇવે બ્લોક થતા સુરત જિલ્લા પોલીસ, NHAI વિભાગની ટીમ દોડતી થઇ છે. હાઇવે બ્લોક કરી સરકારના નવા નિયમોનો વિરોધ થયો છે.

15 મિનિટ સુધી હાઇવે બ્લોક કરી સરકારના નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે તમામ ટ્રકો રવાના કરી નેશનલ હાઇવે ખુલ્લો કર્યો છે. અકસ્માતની ઘટનામાં કોઈનું મોત થાય તો વાહન ચાલકોને 10 વર્ષની સજા અને લાખો રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

  • Follow us on: