• એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ-શો યોજાવાનો હતો
  • સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન યોજાશે રોડ-શો
  • ઍરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ-શો યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં PM મોદી અને UAEના રાષ્ટ્રપ્રમુખનો રોડ શો અમદાવાદમાં યોજાવા જઇ રહ્યો છે. તેમાં એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો યોજાશે. જેમાં સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન રોડ-શો યોજાશે.

PM મોદી અને UAE રાષ્ટ્રપ્રમુખ સાથે ગાંધીનગર આવશે

[[$googlead]]

PM મોદી અને UAE રાષ્ટ્રપ્રમુખ સાથે ગાંધીનગર આવશે. જેમાં રૂટ પર 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે. અલગ-અલગ રાજ્યોની ઝાંખી તૈયાર કરવામાં આવી છે. તેમાં 17 હજારથી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિવાદન ઝીલશે. ત્યારે PM મોદી પ્રોટોકોલ તોડી UAEના પ્રેસિડન્ટને આવકારશે. UAEના પ્રેસિડન્ટને આવકારવા PM મોદી એરપોર્ટ જશે. અમદાવાદ ઍરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ-શો યોજવામાં આવશે. PM મોદી અને UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ નાહ્યાનનો રોડ શો યોજાવાનો છે.

[[$alsoread]]

તમામ રુટ પર શણગાર કરવામાં આવ્યા

તમામ રુટ પર શણગાર કરવામાં આવ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમને અનુલક્ષીને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. રસ્તાની બંને તરફ લોકો ઉભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સલામતીના કારણોસર 7 કિમીનો રોડ શો ટૂંકાયો છે. જેમાં એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીનો જ રોડ-શો યોજાશે. અગાઉ પણ અનેક રાષ્ટ્રાધ્યક્ષો સાથે રોડ-શો થયા છે. તેમાં ડૉનાલ્ડ ટ્રમ્પ, જાપાનના શિન્જો આબે, ઈઝરાયલના PM બેન્ઝામિન નેતન્યાહૂનો સાથે રોડ-શો થયો હતો. 

  • Follow us on: