• કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને મોકલ્યું રાજીનામું
  • 13 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલ હતા રોહન ગુપ્તા
  • કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કર્યા હતા

રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને રાજીનામું મોકલ્યું છે. રોહન ગુપ્તા 13 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલ હતા. તેમજ કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં ટિકિટ મળ્યા બાદ નારાજગી જાહેર કરી હતી.


[[$googlead]]

[[$alsoread]]

રોહન ગુપ્તાની નારાજગી આખરે જગજાહેર થઈ

રોહન ગુપ્તાની નારાજગી આખરે જગજાહેર થઈ છે. જેમાં ચૂંટણી ન લડવા પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતુ. ત્યારે રોહન ગુપ્તાએ જણાવ્યું છે કે મારા અને મારા પરિવાર માટે કપરો કાળ છે. કોંગ્રેસમાં અપમાન થતું હોવાનો રોહન ગુપ્તાનો આક્ષેપ છે. તેમજ વરિષ્ઠ નેતા પર ચરિત્રહરણ કરવાનો આરોપ છે. તેમજ જણાવ્યું છે કે વરિષ્ઠ નેતાઓને મારા અપમાનની જાણ હતી. મેં મારા પિતા માટે ઉમેદવારી પરત ખેંચી હતી. એક નેતા મને બદનામ કરવા ઝુંબેશ ચલાવતા હતા.

પાર્ટી સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ તોડી નાખ્યા

મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર થયુ છે. કોંગ્રેસના એક નેતાના વર્તનથી મને માનસિક આઘાત લાગ્યો છે. કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જોકે તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રોહનના પિતા રાજકુમાર ગુપ્તાએ 2004ની લોકસભાની ચૂંટણી તત્કાલીન અમદાવાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. રોહને મંગળવારે (19 માર્ચ) કહ્યું હતું કે તેમના પિતા ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી ખુશ ન હતા અને તેમના પર દબાણ લાવવા માટે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ તોડી નાખ્યા હતા.

  • Follow us on: