- રાજસ્થાનમાં સહપ્રભારીની જવાબદારી નિભાવી
- ભાજપની પૂર્ણ બહુમતીથી સરકાર બની રહી છે
- નીતિન પટેલની સ્ટ્રેટેજીનો રાજસ્થાનમાં મળ્યો લાભ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભાજપે રાજસ્થાન ચૂંટણીની જવાબદારી સોંપી હતી. નીતિન પટેલને ભાજપે રાજસ્થાનના સહપ્રભારી બનાવ્યા હતા. તેમણે ગુજરાત મોડલ મુજબ કામ કરીને રાજસ્થાનમાં સ્ટ્રેટેજી બનાવી હતી અને એટલું જ નહીં, દરેક મૂવમેન્ટ પર નજર રાખી હતી. નીતિન પટેલ જેવા વરિષ્ઠ નેતાએ ગુજરાત મોડલની સ્ટ્રેટેજી બનાવી હતી અને ગેમચેન્જર બન્યા હતા. તેમને એવી જવાબદારી આપવામાં આવી હતી, જ્યાં અગાઉની ચૂંટણીમાં ભાજપને વધારે નુકસાન થયું હોય. ખાસ કરીને સિરોહી જિલ્લામાં વધારે ફોકસ રહ્યું હતું અને આદિવાસી વોટબેન્ક કબજે કરવા પણ રણનીતિ ઘડી હતી. નીતિનભાઈ પટેલ પર ભાજપે ભરોસો રાખીને રાજસ્થાનની મોટી જવાબદારી તેમને સોંપી હતી.
મહત્વનું છે કે હાલમાં રાજસ્થાનમાં ભાજપની મોટી જીત થઈ છે તેમજ નવી સરકારમાં સીએમ પદે કોને જવાબદારી સોંપાશે તેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી છે. ખાસ કરીને શું જૂના અને દિગ્ગજ નેતા એવા વસુંધરા રાજે સિંધિયાને શું વધુ એકવાર રાજસ્થાનના સીએમ તરીકેની જવાબદારી મળશે કે પછી નવા ચહેરા તરીકે રાજકુમારી દિયાકુમારી અથવા બાબા બાલકનાથ જેવા ચહેરા પર ભાજપ પસંદગી ઢોળશે એ અત્યારે મોટો વિષય છે. જો કે રાજસ્થાનની આ જીતમાં નીતિન પટેલની ભૂમિકા મોટી રહી છે. તેમના જેવા વરિષ્ઠ નેતાનો સંગઠનનો અનુભવ રાજસ્થાનમાં ભાજપને કામે લાગ્યો હોવાનું જણાઈ રહ્યું છે.













