મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું. જુનાગઢ સહિત તમામ મહાનગરપાલિકાઓના અઢી વર્ષના મેયરની સીટ માટે રોટેશન જાહેર. અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલી ટર્મ ઓબીસી માટે અનામત રહેશે. વડોદરા, રાજકોટ અને જૂનાગઢમાં મેયર માટેની બીજી ટર્મ ઓબીસી મહિલા માટે અનામત રહેશે. આ રોટેશન નવી ચૂંટણી પછી લાગુ પડશે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે કયા શહેરમાં મેયર પદ માટે અનામત અને મહિલા તેમજ કઈ જ્ઞાતિ અને જાતિના હશે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તે મુજબ જોઈએ તો છ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદે ત્રણ મહિલા હશે. એટલે કે છ મહાનગરપાલિકામાં આગામી અઢી વર્ષ દરમિયાન કુલ ત્રણ મહિલાને મેયરપદની પ્રાપ્તિ થશે.
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડમાં 192 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 21 બેઠકો અનુસુચિત જાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી. રાજ્યના શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ શિડ્યુલ કાસ્ટ(SC)ના મેયર હતા અને ત્યાર પછીના અઢી વર્ષ મહિલા મેયર બન્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજથી 26 વર્ષ પહેલા એટલે કે 1997માં અનુસુચિત જાતિના મેયર લાલજીભાઈ પરમાર બન્યા હતા. 24 વર્ષ પછી અમદાવાદમાં SC મેયર ઉમેદવાર બન્યા હતા. ભાજપમાંથી SCના 21 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, તેમાંથી મેયરની પસંદગી કરવામાં આવી હતી.
સુરત
એવી જ રીતે સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર હતા, ત્યાર પછીના અઢી વર્ષ માટે જનરલ પુરુષ ઉમેદવાર છે.
વડોદરા
વડોદરામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી ઉમેદવાર મેયર હતા અને ત્યાર પછીના અઢી વર્ષ મહિલા ઉમેદવાર મેયર છે.