સુરતમાં અડજાણમાં ભાજપ મહિલા કોર્પોરેટરના ઘરે ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં કોર્પોરેટરના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,કોર્પોરેટર વૈશાલી શાહની પુત્રીના હતા લગ્ન હતા અને તે દરમિયાન રોકડ-દાગીનાની ચોરી થઈ છે સમગ્ર ઘટનામાં અડાજણ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.


[[$googlead]]

તસ્કરો 14 લાખની ચોરી કરી થયા ફરાર

સુરતના અડાજણમાં ભાજપના કોર્પોરેટરના ઘરે 14 લાખની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં ચોરીમાં રોકડ અને ઘરેણાની ચોરી થઈ છે,અજાણ્યા શખ્સો ચોરી કરીને ફરાર થઈ ગયા છે,બીજી તરફ ચોરી થઈ તે બીજા દિવસે ખબર પડી હતી,ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આસપાસ સીસીટીવીની પણ મદદ લીધી હતી,અડાજણ પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.કોઈ જાણભેદુ આ ચોરી કરી ગયો હોય તેવી પોલીસને શંકા છે.

[[$alsoread]]

સોનાના હારની ચોરી

સુરત ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરે ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ હતી અડાજણ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પોલીસે તપાસ હાથધરી હતી અને શકમંદોની પૂછપરછ પણ કરી હતી રૂપિયા 14 લાખની ચોરીમાં પોલીસે ડોગ સ્કોર્ડની પણ મદદ લીધી છે,દાગીનામાં 15 તોલા ના હારની પણ ચોરી થઈ છે,દોઢ તોલાની સોનાની ચેઈન અને રોકડ રૂ. ૪૨,૦૦૦ ની ચોરી થઈ છે,સોનાનો હાર, બેસલેટ લઈને તમામ દાગીના એક પાઉચમાં મૂક્યા હતા તે લઈને કોઈ જતું રહ્યું છે.લગ્નપ્રસંગ અને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા અને ચોરીની ઘટના બની હતી.

31 વર્ષ પહેલા ચોરી કરનાર આરોપી ઝડપાયો

સુરતમાં રાંદેર પોલીસની ટીમે પેટ્રોલ પંપ પર 31 વર્ષ અગાઉ ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની ઉમર હાલમાં 65 વર્ષ જેટલી છે. આરોપી મહાકુંભના મેળામાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી જે બાદ પોલીસની ટીમ ત્યાં ગયી હતી પરંતુ આરોપી પોલીસના હાથે લાગ્યો ન હતો અને તે દિલ્હી ખાતે હોવાની માહિતી મળી હતી જે બાદ આરોપીને દિલ્હી ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો.


  • Follow us on: