• તોડકાંડમાં સંડોવાયેલ કર્મચારીને સસ્પેન્ડ કરાયો
  • ‘ત્રણ પોલીસકર્મીઓને ફરજ મોકુફ કરાયા’
  • 7 TRB જવાનને પણ દુર કરવામાં આવ્યાઃસફીન હસન

હાલમાં વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા માટે દિલ્હીથી આવેલા બે વ્યક્તિઓને નાના ચિલોડા પોઈન્ટ પાસે ટ્રાફિક પોલીસે ચેકિંગ માટે રોક્યા હતા. આ દરમિયાન તેની પાસેથી એક દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાનું માત્ર દબાણ કરી પૈસા પડવાના ઇરાદે પોલીસ સ્ટેશનમાં લઈ જવા ધમકાવ્યા હતા. જેમાં કહેવાતાં 20 હજાર રૂપિયાના તોડકાંડ પર હવે ઉચ્ચ પોલીસ અધિકારીએ કાર્યવાહી કરી છે.

[[$googlead]]

દિલ્હીના કાનવ માનચંદા અને યુવક મિત્રોએ ₹20 હજાર UPI કર્યા હોવાનો પુરાવો પણ આપતા તેના આધારે ટ્રાફિક ઈસ્ટ ડીસીપી સફીન હસને કેસની તપાસ સી ડિવિઝન એસીપી ટ્રાફિકને સોંપી હતી. આ અંગે સી ડિવિઝન ટ્રાફિક એસીપી ડી એસ પુનડીયાએ બંદોબસ્તમાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓને નોકરીના લિસ્ટ મંગાવી તેના આધારે તપાસ શરૂ કરી અને તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને નિવેદન લેવાયા હતા. આ દરમિયાન દિલ્હીના યુવકને 20,000 રૂપિયા પરત કરી દેવાયા હોવાનું પણ સામે આવ્યું હતું.

[[$alsoread]]

આ અંગેના રિપોર્ટ અનુસાર, બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ઓર્ડર કર્યો અને સાત TRB જવાનને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં નાના ચિલોડા પાસેના ટ્રાફિક પોઇન્ટ જી ડિવિઝન ટ્રાફિક વિભાગમાં આવતા બનાવ સમયે ફરજ બજાવતા મહાવીરસિંહ બહાદુરસિંહ અને તુષાર રાજપુત નામના બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય સાત ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરાયા હતા.

તેમજ ઘટના દરમિયાન શરૂઆતમાં ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 2 લાખની માંગણી કરવામાં આવી અને કાયદેસર કાર્યવાહી નહીં કરવા માટે ખાતરી પણ અપાઇ હતી. પરંતુ આ રકમ ખૂબ જ વધારે હોવાનું કહેતા કાનવ માનચંદાએ પતાવટ કરવાનું કહેતા પોલીસકર્મીઓ આ લોકોને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટેનું દબાણ કર્યું હતું. જોકે, રસ્તામાં તેમની પાસેથી પોલીસકર્મીએ રકઝક કરતા ₹1.40 લાખની રકમની માંગણી કરી હતી.

પરંતુ આ યુવકો પાસે આટલા રૂપિયા નહીં હોવાનું કહેતા ₹20 હજારનું UPIથી ત્રાહિત વ્યક્તિના ખાતામાં પેમેન્ટ કરાવ્યું હતું. બાદમાં આ યુવકોને છોડી મુકાતા મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને તે દરમિયાન યુવકે મીડિયા સમક્ષ તોડ થયાની રજૂઆત કરી હતી. પરંતુ વગર ફરિયાદે તોડ અંગેની વાત સાંભળતાં જ DCP સફીન હસને કડક કાર્યવાહી કરી છે.

  • Follow us on: