• પોલીસ અને કલેક્ટરની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો
  • વારસદારને નોકરી આપવાની માગનો પણ સ્વીકાર
  • શુક્રવારે ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત થયુ હતુ

ભાવનગરમાં ગેસ ગળતરથી શ્રમિકના મોતના મુદ્દે પોલીસ અને કલેક્ટરની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો છે. જેમાં મૃતકના પરિજનોને રૂપિયા 30 લાખની સહાય અપાઈ છે. તથા વારસદારને નોકરી આપવાની માગનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે.

શુક્રવારે ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત થયુ હતુ

શુક્રવારે ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત થયુ હતુ. તેમાં ભાવનગરમાં 2 દિવસ પહેલા સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રેનેજની સફાઈ દરમ્યાન ગેસની અસરથી થયેલા મોતના મામલે પરિવારજનો દ્વારા 48 કલાકથી લાશ લેવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. તેમાં પોલીસ અને કમિશનર સહિતના અધિકારીઓની ભારે સમજાવટ બાદ લાશનો પરિવારજનો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.

જાણો સમગ્ર મામલો:

ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજ સફાઇની કામગીરી ચાલતી હતી. જેમાં 2 કર્મચારીઓ સફાઇ કરવા ઉતાર્યા હતા. જેમાં ટાંકામાં કોઈ પ્રકારના ગેસ ગળતરથી ગૂંગળાઈ જતાં મનપાના એક સફાઈ કામદારનું મોત થવાથી ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં ડ્રેનેજમાં કયા અધિકારીની સૂચનાથી આ કામદાર અંદર ઉતર્યો હતો અને તેમાં જે અધિકારી જવાબદાર હોય તેની સામે પગલાં લેવા પરિવારે માંગ કરી હતી.

મનપાનો કાયમી કર્મચારી ગૂંગળાઈ જતા મોત

ભાવનગર શહેરમાં મનપા દ્વારા આજે સવારે શહેરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ કરવા બે કર્મચારી ને મશીન સાથે મોકલવામાં આવ્યા હતા, જેમાં ગટર સાફ કરવા સૌ પ્રથમ આઉટ સોર્સથી કામ કરતો સુરેશ નામનો કર્મચારી ગટરના ટાંકામાં ઉતર્યો હતો, જેને ગૂંગળામણ થતા મનપાનો કાયમી સફાઈ કર્મચારી તેને બચવા અંદર ઉતર્યો હતો, જેમાં સુરેશ નામનો આઉટ સોર્સનો કર્મચારી તો બચી ગયો, પરંતુ તેને બચાવવા ઉતરેલ રાજેશ વેગડ નામનો મનપાનો કાયમી કર્મચારી ગૂંગળાઈ જતા તેનું મોત થયું હતું.


  • Follow us on: