• કાનભા પાસેથી 38 લાખ રિકવર કરવામાં આવ્યા
  • ભાવનગરમાં શાંતિનાથ કોમ્પ્લેક્ષમાંથી મળ્યા પૈસા
  • યુવરાજસિંહના સાળા કાનભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કરાશે

ડમીકાંડમાં યુવરાજસિંહનું નામ આવ્યા પછી ઘણાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં હવે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ બાદથી પૈસા રિકવર કરવાની ભેદ પણ ઉકેલાતો હોય તેવું લાગી રહ્યો છે. આ વચ્ચે પોલીસને સૌથી મોટી સફળતા મળી છે, જેમાં યુવરાજના સાળા કાનભા પાસેથી 38 લાખ રિકવર કરાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.

કોની પાસેથી અને ક્યાંથી મળ્યા રુપિયા 

[[$googlead]]

ભાવનગરમાં શાંતિનાથ કોમ્પ્લેક્ષમાં જીત નામના વ્યક્તિ પાસેથી રિકવર કરાયા હોવાની માહિતી મળી રહી છે. કાનભા પાસેથી રૂ. 38 લાખ રોકડા રિક્વર કરવામાં આવ્યા છે. જેમાં જીત એ કાનભાનો મિત્ર હતો અને તેની પાસે પૈસા મુક્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.

[[$alsoread]]

આ વચ્ચે આજે યુવરાજસિંહના સાળા કાનભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગવામાં આવશે. જેની પાસેથી વધુ માહિતીઓ અને ઘટનાની કેટલીક મહત્વની કડીઓ પણ મળી શકે છે. અત્યાર સુધીમાં યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર ત્યારે બિપિન અને ઘનશ્યામના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ વચ્ચે તોડકાંડના બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેના માટે પણ પોલીસની કાર્યવાહી તેજ બની છે. 

  • Follow us on: