• કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના રસીની આડ અસરો અંગે સ્પષ્ટતા કરી

  • કોરોના રસીની આડ અસરોનો દાવો કરતા મીડિયા રિપોર્ટને ખોટા ગણાવ્યા
  • મીડિયા રિપોર્ટસમાં આપવામાં આવેલી તમામ માહિતીઓ ખોટી: સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના રસીની આડ અસરોનો દાવો કરતા મીડિયા રિપોર્ટને અફવા અને ખોટો ગણાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજરોજ કહ્યું હતું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના અધિકારીઓએ દાવો કર્યો છે કે કોવિડ રસીની 'મલ્ટીપલ સાઇડ ઈફેક્ટ્સ' છે. પરંતુ આ દાવો અને મીડિયા રીપોર્ટ પણ ખોટો છે. તેવું સ્વાસ્થ્ય મંત્રાલય વાર જણાવવામાં આવ્યું છે.

 

એક RTI ને ટાંકીને, તાજેતરમાં વાયરલ થયેલા એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ICMR અને CDSCO અધિકારીઓએ COVID-19 રસીની આડઅસર સ્વીકારી છે અને કહ્યું છે કે કોરોના રસીની એક નહીં પરંતુ ઘણી બધી આડઅસરો છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે આના પર કહ્યું હતું કે, ‘આ તમામ પ્રકારના મીડિયા રિપોર્ટ અફવા છે અને તેમાં આપવામાં આવેલી માહિતી પણ તદ્દન ખોટી છે.’

આ સાથે જ આરોગ્ય મંત્રાલયે કોરોનાની રસીથી કોઈ પણ પ્રકારની આડઅસર નથી થતી અને WHO જેવી વૈશ્વિક સંસ્થાએ પણ તેના ઉપયોગને મંજુરી આપી છે તે અંગેના દસ્તાવેજો મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું. આ સાથે જ લોકોને કોરોના રસીને લઈને અફવાઓથી દુર રહેવાની સલાહ આપી હતી.


  • Follow us on: