• ઘણા આગેવાનના મારા પર ફોન આવ્યા હતાઃ રૂપાલા
  • ‘મારો ઉદ્દેશ્ય વિદ્યર્મીઓના જુલ્મો અંગે વાત કરવાનો હતો’
  • ‘રાજવી અને ક્ષત્રિય સમાજને નીચા દેખાડવાનો ઉદ્દેશ્ય નથી’

લોકસભાની ચૂંટણી સાથે નિવેદનો પર વિવાદ ઊભા થઈ રહ્યા છે. આ વચ્ચે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે આપવામાં આવેલા નિવેદન પર આખરે માફી માંગી દિલગીરી વ્યક્ત કરી છે. અગાઉ તેમણે પોતાના નિવેદનમાં રાજા રજવાડા અંગે નિવેદન આપ્યું હતું જેનાથી વિવાદ વકર્યો હતો.

હાલમાં સોશિયલ મીડિયા પર પરશોત્તમ રુપાલાનો વીડિયો વાયરલ થતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. અનુસુચિત જાતિ સમૂદાયના કાર્યક્રમમાં રુપાલાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે રજવાડા અંગ્રેજો સામે ઝુક્યા હોવાની વાત કરી હતી. રજવાડાઓ વિશે બોલતાં રુપાલા સામે રોષ જોવા મળ્યો હતો.

[[$googlead]]

માફી માગતા શું કહ્યું

[[$alsoread]]

આ પછી વિવાદ વધતાં રૂપાલાએ જણાવ્યું કે, ઘણા આગેવાનના મારા પર ફોન આવ્યા હતા. જેના સાથે જ આગેવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં મારો ઉદ્દેશ્ય વિદ્યર્મીઓના જુલ્મો અંગે વાત કરવાનો હતો. જેના સાથે રાજવી અને ક્ષત્રિય સમાજને નીચા દેખાડવાનો ઉદ્દેશ્ય નથી. આ માટે દિલગીરી વ્યક્ત કરું છું.

શું આપ્યું હતું નિવેદન

રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન આપતાં કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. આ સાથે જ તેમણે કહ્યું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજા-મહારાજાએ રોટી-બેટીના વ્યવહાર કર્યા પરંતુ મારી આ રૂખી સમાજ ન હતો ધર્મ બદલ્યો ન હતો વ્યવહાર કર્યો. સૌથી વધુ દમન કરવામાં આવ્યો હતો.

સમાજે કરી હતી માફીની માગ

આ અગાઉ પરશોત્તમ રૂપાલા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર પ્રચારમાં ટિપ્પણી કરી સમાજની લાગણી દુભાવી હોવાનો આરોપ લાગી રહ્યા હતા. જેના સાથે જ ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની માફીની માગ કરી હતી. જેના અંગે ક્ષત્રિય સમાજ આગેવાન મહેશ રાજપૂતે કહ્યું હતું કે, મત માટે આવી ભાષાનો ઉપયોગ કરે છે યોગ્ય નથી.

  • Follow us on: