સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે, જેમાં ઉનાળુ વેકેશનમાં શ્રમિકો વતન જવા માટે રવાના થઈ રહ્યાં છે, યુપી,બિહાર તરફ જતી ટ્રેનોમાં લોકોનો ધસારો જોવા મળ્યો છે, ઉધના રેલ સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યો છે, તો રેલવે સ્ટેશન બહાર 1 કિમી સુધી મુસાફરોની લાઈન લાગી છે, સુરત રેલવે સ્ટેશન પર એક મહિનામાં ટિકિટથી રૂ 5.68 કરોડની આવક નોંધાઈ છે.લોકો મોડી રાતથી લાઈનમાં ઉભા રહ્યાં છે.


[[$googlead]]

ટીકિટ કાઉન્ટરો બંધ કરી દેવાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોની લાઈનો લાગી છે. વેકેશનનો સમય હોવાથી મુસાફરો પોતાના વતન તરફ જવા માટે રવાના થયાં છે. મુસાફરોની ભારે ભીડ જામતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચીને ટીકિટ મેળવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતાં. લાંબી લાઈનો લાગતાં ટીકિટ કાઉન્ટરો બંધ કરી દેવાયા હતાં.

[[$alsoread]]

પરપ્રાંતિય લોકો પોતાના વતન તરફ રવાના

ઉધના રેલવે સ્ટેશન પર ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસ ગોઠવી દેવાઈ હતી. મહિલાઓ,યુવકો સહિત બાળકો રેલ્વે બોગીમાં ટિકિટ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે. આજે ઉધનાથી ઉધના જય નગર, તાપ્તી ગંગા, અંત્યોદય એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો દોડાવાઈ છે. સુરતમાં મોટા ભાગની શાળા કોલેજોમાં વેકેશન જાહેર થતાં જ પરપ્રાંતિય લોકો પોતાના વતન તરફ રવાના થયાં છે. ટિકિટ નહીં મળતાં લોકો પડાપડી કરી રહ્યાં છે. પોલીસ લોકોને લાઈનમાં ઉભા રાખીને સ્થિતિ પર કાબુ મેળવી રહી છે.

 

  • Follow us on: