બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કૉલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા 700નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹.300 લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું.
શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનું ભથ્થું વધ્યું
રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાના કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં 700નો વધારો કરાયો છે. જેનાથી કર્મચારીઓનું મેડિકલ ભથ્થું વધીને પ્રતિમાસ 1000 થયું છે. આ નિર્ણય બાદ તારીખ ભથ્થાનો લાભ તા. 1 એપ્રિલ 2025 ના ઠરાવથી લાગુ પડશે અનેકર્મચારીઓને પ્રતિમાસ કુલ રૂપિયા 1000નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શૈક્ષણિક 3703 અને બિનશૈક્ષણિક 1205 મળીને કુલ-4908 કર્મચારીઓને લાભ થશે.
ઋષિકેશ પટેલે X પર પોસ્ટ કરી માહિતી આપી
ઋષિકેશ પટેલે X પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને આ નિર્ણય એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે માનીએ છીએ કે, આ વધારો કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લેવામાં મદદ કરશે. આ નિર્ણયથી રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, અને તેઓએ સરકારના આ પગલાને આવકાર્યું છે.