• વિયરકમ કોઝવેની સપાટી 10.80 મીટર પર પહોંચી
  • વિયરકમ કોઝવેની રૂલ લેવલ સપાટી 6 મીટર
  • ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી આવી રહ્યું છે

સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વની એવી તાપી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ રહી છે. જેમાં તાપી નદીમાં પૂર આવતા સુરતના વિયમ કમ કોઝવે પર અદભૂત નજારો સર્જાયો. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાતા તાપી નદી તોફાની બની હતી. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવતા સુરતના વિયર કમ કોઝવે પર જળ સપાટી 10.95 મીટરે પહોંચી ગઈ.

નોંધનીય છે કે, સુરતમાં વિયર કમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. પરંતુ તેનાથી 4 મીટર ઉપર પાણી વહી રહ્યું છે. પરિણામે તાપી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નદી કાંઠે બનેલા મંદિરો તથા ઝૂંપડા પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક મંદિરોના માત્ર શિખર જ જોવા મળી રહ્યાં છે.

[[$googlead]]


[[$alsoread]]

હાલમાં સુરતની ઉપર આવેલા ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345.00 ફૂટ છે ત્યારે હાલનું ડેમનું લેવલ 343.36 ફૂટ પર પહોંચ્યું છે. જેમાં ઈનફ્લો 127534.00 ક્યુસેક છે. જેની સામે આઉટ ફ્લો 249861.00 ક્યુસેક ચાલી રહ્યો છે. સતત છેલ્લા 24 કલાકથી 2 લાખ ક્યુકેસથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

જોકે રાહત આપનારી બાબાત એ છેકે વરસાદ પણ થોડાં વિરામે વરસી રહ્યો છે. જેના કારણે શહેરમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે. આ વચ્ચે તાપી નદીમાં પાણી છોડવાના કારણે નદી કિનારાના વિસ્તારોના કેટલાક મંદિરોના માત્ર શિખર જ જોવા મળી રહ્યાં છે. ઉકાઈ ડેમમાં હાલ પાણીની જેટલી આવક છે એટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે.


  • Follow us on: