- 5 લાખથી વધુ સરસાઈ સાથે જીતવા કાર્યકરો કામે લાગે
- ભાજપના મહામંત્રીએ કાર્યાલયની રીબીન કાપીને વિધીવત ઉદ્ઘાટન કર્યું હતુ
- સોમવારે અવધપુરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે રામ ઉર્જા છે, રામ સમાધાન છે, રામ બધાના છે, રામ અનંતકાળ છે
આગામી એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતોની સર સાઈ સાથે જીતી લેવા માટેની વ્યૂહરચના તૈયાર કરીને તા. 23 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યો છે ત્યારે મંગળવારે હિંમતનગર માં સાબરકાંઠા-અરવલ્લી લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને લોકસભાની ચૂંટણીની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. જે પ્રસંગે બંને જિલ્લાના ધારાસભ્યો અને અગ્રણીઓ અને કાર્યકરો અને સાંસદની ઉપસ્થિતમાં પ્રદેશ ભાજપના મહામંત્રીએ કાર્યાલયની રીબીન કાપીને વિધીવત ઉદ્ઘાટન કર્યું હતુ. હિંમતનગર ના સહકારીજીન વિસ્તાર માં સાબરકાંઠા-અરવલ્લી ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ભાજપના કાર્યકરો ટીમ વર્કથી કામ કરશે અને વિશેષ જવાબદારીને ધ્યાનમાં રાખી મતદારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ અને તેનાથી થયેલા લાભો અંગે સમજ આપવી પડશે. સોમવારે અવધપુરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે રામ ઉર્જા છે, રામ સમાધાન છે, રામ બધાના છે, રામ અનંતકાળ છે તેમ સાબર કાંઠા અને અરવલ્લીના તમામ મતદારોનો સંપર્ક કરીને સમજાવવા પડશે.
આગામી એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી આવી ર હી છે ત્યારે દુનિયાને એવું મહેસૂસ કરાવવું પડશે કે સતત ત્રીજી વાર રાષ્ટ્રપ્રેમી ભારતના મતદારો નરેન્દ્ર મોદીને સ્વીકારી ભાર તને વિશ્વમાં વધુ શક્તિશાળી બનાવશે. જેથી સાબરકાંઠા અને અરવલ્લીની લોકસભાની બેઠક પરથી કમળ ચૂંટીને દેહી મોકલવા માટેની જવાબદારી ભાજપના કાર્યકરોએ નિભાવવી પડશે. ચૂંટણી જીતવા માટે વ્યુહાત્મક વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ કાર્યકર્તાઓએ કરવું પડશે અને વધુ મતદાન થાય તે માટે સતત જાગૃત્ત રહેવું પડશે.










