• 9 દરવાજા અઢી ફૂટ, 4 દરવાજા 4 ફૂટ ખોલાયા
  • સાબરમતીમાંથી 16000 ક્યુસેક પાણી છોડાયું
  • સાબરમતી નદીમાં પાણીની આવક 28052 ક્યુસેક 

રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદથી લોકો બેહાલ થયા છે. જેમાં હવે અમદાવાદના ઉપરવાસમાં પડેલા વરસાદથી સાબરમતીમાં પાણીની આવક વધી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદના પગલે સાબરમતી નદી પર આવેલ વાસણા બેરેજમાંથી છેલ્લા બે દિવસથી આશરે 13,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં 8040 ક્યુસેક, સંત સરોવર માંથી 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે,

બીજી તરફ આજે સાંજ સુધીમાં વાસણા બેરેજ ખાતેથી આશરે 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તો બીજી તરફ સરકારી તંત્રે નીચાણ વાળા વિસ્તારોમાં સાબરમતી નદી કિનારે આવેલ ગામોને જરૂરી સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત બેરેજમાંથી છેલ્લા બે દીવસથી આશરે 13,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું છે.

[[$googlead]]

આ તરફ સંત સરોવરમાં વિપુલ માત્રામાં જળસંગ્રહ થયા બાદ સંત સરોવરના આઠ દરવાજા ખોલાયા છે. ડેમમાં 19 હજાર 700 ક્યુસેક પાણીની આવક છે. જ્યારે 20 હજાર ક્યુસેક પાણીની જાવક છે. સંત સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

[[$alsoread]]


  • Follow us on: