અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા મહાઅભિયાનની શરૂઆત થઈ છે, 5 તબક્કામાં સાબરમતી નદીને સ્વચ્છ બનાવાશે સાથે સાથે મેયર, ધારાસભ્ય, ઉચ્ચ અધિકારીઓ અભિયાનમાં જોડાયા છે, સેવાકીય સંસ્થાનના લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે અને નદીમાં ગટર પાણીના 3 જેટલા કનેક્શન મળી આવ્યા છે, નદીમાં પ્લાસ્ટિક, કચરો ન ફેંકાય તે ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.
સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાનનો આજથી શુભારંભ
અમદાવાદના મેયર તેમજ ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા આ સ્વચ્છતા અભિયાનમાં તો, પાંચ અલગ અલગ તબક્કામાં કરવામાં આવશે સાબરમતી નદીને સ્વચ્છ અને સેવાકીય સંસ્થાનના લોકો પણ જોડાયા આ અભિયાનમાં સાથે સાથે 5 જૂન પર્યાવરણ દિવસે આ અભિયાન થશે પૂરું અને અમદાવાદના નગરજનોને પણ સ્વચ્છતાને લઈને કરવામાં આવી અપીલ, આ સ્વચ્છતા માત્ર એક બે દિવસો ની નહીં પણ હંમેશની છે અને નદીની સ્વચ્છતા જાળવવી પડશે સાથે સાથે નદીમાં કોઈ પણ પ્રકારની ગંદકી ના થાય તેનું નાગરિકોએ પણ ધ્યાન રાખવું પડશે, નદીમાં પ્લાસ્ટિક અને કચરો ન ફેંકાય તેની ધ્યાન રાખવું જરૂરી.
વાસણા બેરેજના દરવાજાના મરામતની કામગીરી કરાશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે કે, વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વે કરવાના થતાં મરામતના કામના ભાગરૂપે દરવાજાનું સમારકામ કરાશે. આ કામગીરી 12 મે થી 5 જૂન દરમિયાન થશે. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાવવાની હોવાથી નદીને સંપૂર્ણ ખાલી કરવાની જરૂર છે. જેની કામગીરીનો 10 મેથી પ્રારંભ થઇ ગયો છે.









