- યોગી આદિત્યનાથે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કર્યો
- પંચમહાલની પાંચેય સીટ માટે યોગીએ પ્રચાર કર્યો
- ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું : યોગી
વિધાનસભા ચુંટણીના પ્રચાર તેની ચરમ સીમા એ પહોંચી ગયો છે અને બીજા તબક્કાના મતદાન માટે હવે રાષ્ટ્રીય નેતાઓએ ચૂંટણી પ્રચારની કમાન હાથમાં લઈ લીધી છે અને તેના ભાગ રૂપે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજરોજ ગોધરા ખાતે રોડ-શોમાં ભાગ લીધો હતો. અને જાહેર સભામાં સંબોધન કર્યું હતું.
આજ રોજ પંચમહાલની પાંચેય સીટના ભાજપના ચૂંટણી પ્રચાર માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોધરા આવ્યા હતા. તેમણે ગોધરાના રાજમાર્ગ પર આયોજિત રોડ-શોમાં ભાગ લીધો હતો. ત્યારબાદ લાલબાગ મેદાન ખાતે જંગી જનમેદનીની હાજરીમાં સભા સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોધરાને રામ મંદિર માટે બલિદાન આપનારની ધરતી કહી હતી. આ સાથે સાથે ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું હતું એમ પણ તેમણે જણાવ્યું હતું.









