• શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી
  • 50 કિલો ગુલાબ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો
  • મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો

શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

દાદાની આરતીનું વિશેષ મહત્ત્વ

[[$googlead]]

પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો.

[[$alsoread]]

વડોદરાથી શણગાર મંગાવવામાં આવ્યો

આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો છે. 50 કિલો ગુલાબના ફુલ કાંચના બોલ વડોદરાથી મંગાવ્યા છે.

શ્રાવણ માસમાં હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન

શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 7થી 10 વાગ્યે યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

ભક્તો દ્વારા મીઠાઈઓનો અન્નકૂટ દાદાને ધરાવાયો

આજે સવારે 11.00 કલાકે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ઘારી, મોહનથાળ,બરફી, પેંડા, કાજુકતરી સુખડી, મમરાના લાડું, ચુરમાના લાડું, દાળિયાપાક, ગુલાબજાંબુ,મોતીયાલાડું,પૂરી, તલસાંકળી વિવિધ મીઠાઈઓ ભક્તો દ્વારા પવિત્રતા પૂર્વક બનાવાયેલી મીઠાઈઓંનો અન્નકૂટ દાદાને ધરાવાયો હતો. જનો મોટી સંખ્યામાં દાદાના વિશેષ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

  • Follow us on: