- કષ્ટભંજન દેવ હનુમાનજીને ગદાનો શણગાર
- અલગ-અલગ 25 ગદાનો કરાયો સણગાર
- હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો
બોટાદ જિલ્લાનું સાળંગપુરધામ કે જયા કષ્ટભંજન દેવ સાક્ષાત બિરાજમાન છે. હજારો ભકતો દાદાના દર્શનાર્થે આવતા હોય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 06-06-2024ને મંગળવારના રોજ સવારે 7.00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
દાદાને દિવ્ય વાઘાનો શણગાર
વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને આજે અલગ-અલગ 25 ગદાનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ અનેરા શણગારનો ભક્તોએ લાભ લીધો હતા. આજે દાદાના દિવ્ય વાઘાના હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

સોના-ચાંદી,પિત્તળ અને લાકડાની અલગ-અલગ 25 ગદા
સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ધરાવવામાં આવેલી ગદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, વડતાલધામ દ્રિશતાબ્દીના ઉપલક્ષમાં અને આજે અમાસના હોવાથી આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને ગદાનો શણગાર કરાયો છે. આજે દાદાને અલગ-અલગ સોના, ચાંદી, પિત્તળ અને લાકડાની નાની-મોટી 25 ગદાનો શણગાર કરવામાં આવ્યો છે.