- દરોડા પાડી કુલ 1.42.500નો મુદ્દામાલ કર્યો જપ્ત
- મુદ્દામાલના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા
- રૂ 1,42,500નો મુદ્દામાલ કરાયો જપ્ત
મોરબી પંથકમાં એલડીઓ અને બાયોડીઝલના નામે ભેળસેળયુકત અન્ય પેટ્રોલિયમ પેદાશના વેપારનો ગોરખધંધો ધમધમતો હોવાની ફરિયાદો મામલતદારને મળી હતી જેના આધારે નાયબ મામલતદાર અને એલસીબી ટીમે મોરબી નજીક આવેલ ફેકટરીમાં રેડ કરતા ગેરકાયદે પેટ્રોલિયમ પેદાશનો જથ્થો મળી આવયો હતો,કુલ 1900 લિટરનો જથ્થો સિઝ કરી તેને FSLમાં મોકલી વધુ તપાસ હાથધરી હતી.
ગેરકાયદેસર ડિઝલ
મોરબી-માળિયા હાઈવે પર આવેલ સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામની ફેકટરીમાં રેડ કરી હતી જ્યાં ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશનો રૂ 1,42,500 ની કિંમતનો 1900 લિટર જથ્થો મળી આવતા જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ સીઝ કરાયેલ જથ્થામાંથી સેમ્પલ લઈ ચકાસણી માટે FSL ખાતે મોકલવાના આદેશો આપવામાં આવ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળીયા હળવદ અને નવલખી હાઇવે પર પણ આવા તત્વો રડારમાં હતા,અગાઉ પણ અનેક વખત મોરબીમાંથી ગેરકાયદેસર ડીઝલનાં નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ ઝડપાયું છે.










