સુરતના ઓલપાડમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.ત્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ પોતાના જીવના જોખમે કામગીરી કરતા નજરે પડયા છે.વાવાઝોડા અને વરસાદની વચ્ચે ગામડાના લોકો વીજળી વિના ના રહે એના માટે પોતાના જીવને જોખમમાં મૂકીને ઓલપાડની જનતાને વીજળી પૂરી પાડવા માટે ખડેપગે મહેનત કરે છે કર્મચારીઓ અને તેમની સેવાને વંદન છે.


[[$googlead]]

નિ:સ્વાર્થ સમર્પિત ભાવ થકી સેવા

સુરતના ઓલપાડમાં વરસાદ વરસતા વીજ પુરવટો ખોરવાઈ ગયો હતો,વીજ કંપનીના કર્મચારીઓ આ વીજ પુરવઠાને ફરીથી જીવંત કરવા માટે પોતાના જીવની પરવાહ કરતા નથી અને તેમની ફરજ બજાવી રહ્યાં છે,વીજ કંપનીના થાંભલા પર અંધારાની વચ્ચે આ કર્મચારીઓ સેફટીના સાધનો પહેરીને વીજ પુરવઠો કાર્યરત કરવા લાગી ગયા છે.લોકો સુધી ઝડપથી વીજળી પહોંચે તેને લઈ આ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે,આ કામગીરી ધારાસભ્ય મુકેશ પટેલે પણ બિરદાવી હતી.

[[$alsoread]]

વીજ પુરવઠો કર્યો કાર્યરત

કર્મચારીઓએ ઘણા કલાકોની મહેનત બાદ લોકોના ઘર સુધી વીજળી પહોંચાડી હતી,આસપાસના સ્થાનિકોએ પણ આ કામગીરીની બિરદાવી હતી અને કામગીરીના વખાણ કર્યા હતા,કોઈ પણ સ્થિતિ હોય કમર સુધીના પાણી હોય તો પણ વીજ કર્મીઓ તેમની ફરજ બજાવવાનું ચૂકતા નથી,અન્ય લોકોએ પણ આવા કર્મચારીમાંથી કઈ શીખવું જોઈએ.

DGVCLના કર્મચારીઓ અગ્રેસર

રાજયમાં ગમે તે સ્થળે અણધારી આફત આવી પડે ત્યારે રાજય સરકાર પોતાના કર્મીઓને એક જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં કામગીરી માટે મોકલીને જે-તે અતિવૃષ્ટિના જિલ્લાઓની પુર્વવત સ્થિતિમાં આવે તે માટેના દિન-રાત પ્રયત્નો કરે છે. તાજેતરમાં જામનગર અને વડોદરા જિલ્લામાં વરસાદ, પૂરની પરિસ્થિતિમાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી પૂર્વવત થાય તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 35 ટીમો સાથેના 108 એન્જિનિયરો, વીજકર્મીઓ વડોદરા જિલ્લામાં તથા જામનગર ખાતે 10 ટીમોના 33 વીજકર્મીઓ ફીડરો રીપેરીંગ, વીજપોલની મરામત જેવા કાર્યોમાં જોતરાયા હતા.

 

  • Follow us on: