- ધરતી માથે હેમર હાલશે, સુના નગર મોઝાર, લખમી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ
- સાત દાયકા પહેલાં આ સંતે કળિયુગમાં આવા દિવસો આવશે તેવું કહેતાં લોકો માની શકતા ન હતા
- દશનામ સાધુના 12મા વંશજ હાલ દેવરાજધામ ખાતે ભક્તિ અને ભજનની ધૂણી ધખાવી રહ્યા છે
700 વર્ષ પહેલાં આગમવાણી કરનાર દેવાયત પંડિતની મોડાસાના બાજકોટ ખાતે સમાધિ આવેલી છે. કોરોનામાં જ્યારે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગી ગયું અને રસ્તાઓ સૂમસામ બની ગયા ત્યારે સાત દાયકા અગાઉ સંત દ્વારા કરવામાં આવેલી સુનાનગર અને મોઝાર આગહી અક્ષર : સાચી પડી. આ સિવાય દેવાયત પંડિતે કરેલી અનેક અગમવાણી સાચી પડી છે. બાજકોટ ખાતે આવેલ દેવરાજધામ અરવલ્લી, સાબરકાંઠા સહિતના આસપાસના જિલ્લાના શ્રાદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
જૂનાગઢના વંથલી ગામે જન્મેલ દેવાયત પંડિતે રાજસ્થાન, કચ્છ, ગોહિલવાડ સહિતના વિસ્તારોમાં અધ્યાત્મના પ્રચાર માટે પરિભ્રમણ કર્યું હતું. જ્યારે 700 વર્ષ અગાઉ મોડાસાના બાજકોટ ખાતે આવેલ દેવરાજ ટેકરી ઉપર ખાતે વસતા હતા અને જીવિત સમાધિ લેતા પહેલાં પત્ની દેવલ દેને આગમવાણી કહી હતી. સાત દાયકા પહેલાં આ સંતે કળિયુગમાં આવા દિવસો આવશે તેવું કહેતાં લોકો માની શકતા ન હતા. પરંતુ જ્યારે વર્ષો વિતતા ગયા તેમ દેવાયત પંડિતની તમામ અગમવાણી સાચી પડતી ગઈ. ધરતી માથે હેમર હાલશે, સુના હશે નગર અને મોઝાર, લખમી લૂંટાશે લોકો તણી નહિ એની રાવ કે ફરિયાદ જેવી આગાહી જ્યારે કોરોના કાળમાં 24 કલાક ધમધમતા શહેરોમાં સન્નાટો છવાઈ જતાં અક્ષર સાચી પડી હતી. મોડાસાના દેવરાજધામ ખાતે હાલ રાજસ્થાનના કાંકરોલીથી દેવાયત પંડિત સાથે આવેલા દશનામ સાધુના 12મા વંશજ ધનેશ્વરગિરિ મહારાજ ભજન અને ભક્તિની ધૂણી ધખાવી રહ્યા છે. ધર્મની સાથે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દેવાયત પંડિતની જિવીત સમાધિના સ્થળ દેવરાજધામ ખાતે ચાલી રહી છે.










