રાજકોટમાં આવેલી સમર્પણ હોસ્પટિલના કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે,જેમાં રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કાવતરું હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે,જેમા 40 લાખનો બોગસ મેડિક્લેમ પાસ કરાવવા કાવતરું રચાયું હતુ જેમાં પોલીસે ડો. અંકિત કાથરાણી, મયુર છુછાર, કર્મચારી સામે ફરિયાદ નોંધી છે,પેરાલિસિસની સારવારમાં અલગ-અલગ લખાણ લખ્યા હોવાની વાત પણ સામે આવી છે.


[[$googlead]]

તબીબના કાગળમાં અલગ-અલગ ઉલ્લેખથી ભાંડો ફૂટ્યો

તો સમગ્ર ઘટનામાં વાત એમ સામે આવી છે તકે,એકમાં ડાબી બાજુ તો બીજામાં જમણી બાજુ લખાણ લખતા ભાંડો ફૂટ્યો છે,સિવિલ હોસ્પિટલના MRIના ખોટા રિપોર્ટ પણ રજૂ કરાયા હતા અને અમદાવાદના ડો. રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે,દર્દી મયુરને પેરાલિસિસની અસર થયાનો બોગસ રિપોર્ટ રજૂ કર્યો હતો,ડોક્ટરે દર્દીને ડાબી બાજુ પેરાલીસીસનો રિપોર્ટ આપ્યો હતો અને અન્ય ડોક્ટરે જમણી બાજુ અસર હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો તો આ બંન્ને રિપોર્ટ સમર્પણ હોસ્પિટલના ડોક્ટરે જ આપ્યા હોવાની વાત સામે આવી છે.

[[$alsoread]]

બે અલગ અલગ રિપોર્ટ રજૂ થતા કૌભાંડ બહાર આવ્યું

સમર્પણ હોસ્પિ.ના કર્મચારી અંકિત કાથરાણી આ કેસમાં મુખ્ય સૂત્રધાર છે,જેમાં હોસ્પિટલના સંચાલક રમણીકબા વાળાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે,અમારા કર્મચારીએ દર્દીને મદદ કરી છે અને દર્દીએ ખોટી ફાઇલ રજૂ કરી હતી,ડોક્ટરે કોઈ રિપોર્ટ કરવાનું કહ્યું નથી તો કર્મચારીએ સહી સિક્કા કરવામાં દર્દીની મદદ કરી હતી તેવું સંચાલકનું કહેવું છે અને બચાવ કર્યો હતો તેમના કર્મચારીનો.


  • Follow us on: