• ઈઝરાયેલી ખારેક પ્રતિ કિલો 100ના ભાવથી બજારમાં આવશે,

  • ખારેકની ઓર્ગેનિક ખેતીમાં એક વખતના રોકાણમાં 60થી 70 વર્ષ સુધી કમાણી થાય છે,
  •  એક ખારેકના છોડને રોપ્યા બાદ ચોથા વર્ષે ચાર કુપળ અને પાંચમા વર્ષે ત્રણ કુંપળ ફૂટે છે

 પાટણ જિલ્લાના સમી ખાતે રહેતા રામશંકર રેવાશંકર રાજગોર સરકારી નોકરી કર્યા બાદ તેમની 65 વર્ષની ઉમંરે પણ કંઈક અલગ કરવાની જીજ્ઞાશાને લઈ પોતે ખેતી કરવાનું વિચારી ચીલાચાલુ ખેતી કરતા ઓર્ગેનિક ખેતીનો વિચાર આવતા ઓર્ગેનિક ખેતીનો અભ્યાસ ચાલુ કરતા ઇઝરાયેલી ખારેકની ખેતી કરવાનું વિચાર્યું પરંતું ખારવાળી જમીન હોવાથી ખારેકની ખેતીમાં મુશ્કેલીઓ પણ વધુ પ્રમાણમાં રહેલી હોવા છતાં હિંમત કરીને મુન્દ્ર ખાતેથી કચ્છ ક્રોપ કંપનીની ઇઝરાયેલી ખારેકના 125 રોપા લાવ્યા હતા. જે એક રોપાની કિંમત રૂપિયા 3700 છે. ટોટલ રૂપિયા 37,000 હજારના રોપા લાવી પોતાના આજથી ચાર વર્ષ અગાઉ ખેતરની અંદર એક હેક્ટરની ખારેકનું વાવેતર કરેલ જે આ વર્ષે ખારેકનું આગમન થયું હતું. ખારેકનું આગમન થતાંના પ્રથમ વર્ષે ખેડૂતને ચાર લાખની ખારેકનું ઉત્પાદન થયું છે. આવતા વર્ષે ખારેકના 125 રોપાના 400 કુપળ ફૂટશે. જેને કારણે આવકમાં પણ બમણો વધારો થશે આ રીતે ખારેકની ખેતીની અંદર એક વખતના રોકાણની અંદર આશરે 60 થી 70 વર્ષ સુધી આવક લઈ શકાય છે. રામશંકર રાજગોર ખેડૂતના જણાવ્યા મુજબ, ખારેક માટે બોર ઉપર ગાયો રાખવામાં આવે છે. ગાયના ગૌમૂત્ર અને છાણથી ખાતર બનાવી ખેતી કરવામાં આવી રહી છે. અને સાથે સાથે દાડમ, જામફ્ળ, સીતાફ્ળ, સફરજન, પપૈયા, ચંદન, અંજીર, લીંબુ, કેળા, સહિત આયુર્વેદિક છોડના રોપાનું વાવેતર કરી અભ્યાસ કરાઈ રહ્યો છે.

હારીજના રવદ ખાતે પણ ઓર્ગેનિક ખારેકની ખેતી કરવામાં આવી રહી છે

વઢિયાર પ્રદેશની અનેક જમીન વિસ્તાર ક્ષારયુક્ત છે. વર્ષોથી પડતર રહેતી આ જમીનને વિસ્તારના લોકો ખારી તરીકે ઓળખે છે. આવા ક્ષારયુક્ત વિસ્તારમાં ખારેકની ખેતીનો સફ્ળ પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ખારા પ્રદેશની ઓળખ ધીરેધીરે ખારી નહીં પરંતુ ખારેકનો પ્રદેશ બની રહ્યો છે. વઢિયાર પંથકના રવદ ગામની સીમમાં ખારેકના હજારો છોડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં અત્યારે ખારેકનો પાક લહેરાઈ રહ્યો છે.


  • Follow us on: