- દિવાળીના પર્વે તંત્ર દ્વારા કાર્યવાહીનો ધમધમાટ
- મીઠાઈ-ફરસાણના સેમ્પલ તપાસ અર્થે લેબમાં મોકલી અપાયા
- મીઠાઈની દુકાનો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
પાટણમાં દિવાળીના પર્વને લઈ છેલ્લા 30 દિવસથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ મીઠાઈના વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ કરીને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેરમાંથી 41 દુકાનોમાંથી વિવિધ મીઠાઈઓના સેમ્પલ લઈને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
પાટણમાં દિવાળીના પર્વને લઈ મોટા પ્રમાણમાં મીઠાઈઓનું વેચાણ થઈ રહ્યું હોઈ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાટણ દ્વારા દિવાળી તહેવારો પૂર્વે જ તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તા.1લી ઓકટોબરથી કર્મચારીઓની જુદી જુદી ટીમ દ્વારા વિવિધ મીઠાઈની દુકાનો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 30 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કુલ 41 દુકાનોમાંથી વિવિધ વેચાણ થતી મીઠાઈ, ફરસાણના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું વિભાગના એમ. એમ. પટેલે, યુ.એચ. રાવલ અને એચ. બી. ગજ્જરે જણાવ્યું હતું.










