સાણંદ નગરના મોટા ઠાકોરવાસ ખાતે રહેતા શનિ ભરતભાઈ ઠાકોરને તેમનાં જ વાસમાં રહેતાં છોકરી સાથે પ્રેમસંબંધ હોવાનો શક રાખી યુવતીનાં પિતા તેમજ તેમનાં સાગરિતો દ્વારા તેનું અપહરણ કરીને લઈ જઈ લાકડીઓ દ્વારા મુઢ માર મારવામાં આવ્યો હતો. જેની ફરિયાદ શનિએ સાણંદ પોલીસમાં કરતાં પોલીસે ગણતરીનાં દિવસોમાં જ અપહરણકારોને પકડી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે સાણંદનાં મોટા ઠાકોરવાસ ખાતે રહેતા શની ભરતભાઈ ઠાકોરને તમનાં વાસમાં જ રહેતાં લક્ષ્મણભાઈ ઉર્ફે કનુભાઈ છનાજી ઠાકોરની છોકરી સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખીને કનુભાઈ છનાજી ઠાકોર તેમજ તેમનાં સાગરીતો જયેશ ભરતભાઈ ડાભી, રણછોડભાઈ અંબાલાલ ઠાકોર, જગદીશ બબાજી વાઘેલા(ત્રણેય રહે. નિધરાડ), વિક્રમભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા (રહે. ચેખલા) સહિતનાએ કાવતરું ઘડી તા.30મીએ સ્વીફ્ટ કાર સાથે ધસી જઈને નગરના એકલીંગજી રોડ પાસેનાં સ્મશાન જવાનાં રસ્તા પરથી શનિનું અપહરણ કરી તેને નિધરાડ સ્મશાન પાસે લઈ ગયા હતા અને ત્યાં લઈ જઈ લાકડીઓ વડે મુઢ માર માર્યો હતો. જેની ફરિયાદ શનીએ સાણંદ પોલીસ મથકમાં કરતાં પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્રણ ટીમ બનાવી આરોપીઓની તપાસ હાથ ધરી હતી. ટેકનીકલ સર્વેલન્સ તેમજ ગુપ્ત બાતમીદારોને કામે લગાડીને પોલીસે તમામ આરોપીઓને ગણતરીનાં દિવસોમાં જ ઝડપી લીધા હતા અને તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન માં રૂ. 27 લાખનું ફૂડ બિલ, જાણો કેટલા રૂપિયાનું શું ખાધું?









