• સુરત જમીન કૌભાંડમાં સરકાર એક્શનમાં

  • આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેક્ટર હતા
  • સુરત કલેક્ટર તરીકે છેલ્લા દિવસે જમીન આપી દીધી હતી

સુરત જમીન કૌભાંડમાં સરકાર દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે. જમીન કૌભાંડને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા દમદાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને લઈને સરકારે એક્શન લઈને તત્કાલીન સુરત કલેકટર આયુષ ઓકની બદલી કરી કાઢવામાં આવી છે.

મહત્વનું છે કે, સુરત કલેકટર તરીકે છેલ્લા દિવસે જમીન પધરાવી દીધી હતી. જેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કાર્યવાહી કરીને આયુષ ઓકની વલસાડ કલેકટર પદેથી બદલી કરી દેવાઈ. વલસાડ RACને કલેકટરનો વધારાની રકમ ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરત કલેકટર તરીકે ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતાં ચકચાર મચી ગઈ છે. 

  • Follow us on: