વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.


[[$googlead]]

દાદાને વિશેષ શણગાર

દાદાને પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા, આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતીના 200 કિલો ફુલથી શણગાર્યું હતું. સવારે 05:30 કલાકે મંગળા આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા તથા સવારે 07:00 શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિપોત્સવ નિમિતે સાંજે 6.30 કલાકે સંધ્યા આરતી તેમજ આતશબાજી રાત્રે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે યોજવામાં આવશે.

[[$alsoread]]


8 ફલોરવાળું યાત્રિક ભવન બનીને તૈયાર

આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, શ્રીહરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે.


રાજમહેલ જેવું બિલ્ડીંગ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.

  • Follow us on: