સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે નૂતન વર્ષના પ્રારંભે ભાવિકો દર્શને ઉમટી પડ્યા છે દાદાને સુવર્ણ વાઘાના શણગાર સજાવાયો છે, તો બપોના સમયે અન્નકૂટ ધરાવાશે,હજારોની સંખ્યામાં ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે તેમજ કોઠારી સ્વામીએ નૂતન વર્ષે પાઠવ્યા આશીર્વાદ.


[[$googlead]]

દાદાના દર્શનાર્થે ભકતો

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ આવેલ છે સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જે દેશવિદેશના લાખો ભાવિકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યારે આજરોજ નૂતન વર્ષના પ્રારંભે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા તો આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ (સોનાના) વાઘા શણગાર સજાવવામાં આવ્યા હતા અને વિશેષ પૂજન અર્ચન કરાયું હતું સમગ્ર મંદિરમાં વિશેષ શણગાર સજાવવામાં આવ્યા હતા, મોટી સંખ્યામાં ભાવિકોએ નવા વર્ષે કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, આજે નૂતન વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ દાદાનો શનિવાર ત્યારે આજે અનોખા સંયોગ નિમિતે ભાવિકોમાં ઉત્સાહ છે તો મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ નૂતન વર્ષે ભાવિકોને શુભકામનાઓ પાઠવી હતી.

[[$alsoread]]

રોશનીથી સજાવાયું મંદિર

સાળંગપુર મંદિરને રોશનીથી સજાવાયું છે,મંદિર પરિસરને રોશનીથી સજાવાતા ચારેય બાજુથી મંદિર ઝગમગી ઉઠયું હતુ,મંદિર તેમજ ગોપાળાનંદ યાત્રિક ભવન સાથે સાથે ભોજનાલય પર પણ રોશની કરવામા આવી હતી,મંદિરમાં ભકતોએ પણ સેલફી લીધી હતી અને દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા,દર વખતની જેમ આ વખતે પણ મંદિરને રોશનીથી સજાવાયું છે.

રાજમહેલ જેવું બિલ્ડીંગ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.

  • Follow us on: