• આજે શનિવાર હોવાથી દાદાને કરાયો વિશેષ શણગાર
  • આજે દાદાને ફુલો અને ફળોનો કરાયો શણગાર
  • અલગ-અલગ પ્રકારના ફળોનો અન્નકૂટ ધરાવાયો

બોટાદના સાળંગપુર ધામ ખાતે બિરાજમાન કષ્ટભંજદેવ દાદાને આજે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસને વિશેષ શણગાર કરાયો છે. જેમાં 200 કિલો ગુલાબ અને ઓર્કિડ સહિતના ફુલ સાથે 500 કિલો વિવિધ ફળનો શણગાર કરાયો છે. આ ફુલ અને ફળ વડોદરા અને અમદાવાદથી મંગાવ્યા છે.

દાદાને કરાયો વિશેષ શણગાર

[[$googlead]]

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિતે આજે સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને 7:00 કલાકે શણગાર આરતી કરાઈ હતી.આજે દાદાના સિંહાસને ગુલાબ, ઓર્કિડ સહિત 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો.

[[$alsoread]]


અલગ-અલગ દિવસે કરાય છે અલગ-અલગ શણગાર

જે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે આ શણગાર કરતા 6 સંત, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત આજે દાદાને 1008 કેળાનો પણ અન્નકૂટ કરાયો છે.ગઈકાલે દાદાને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે,વહેલી સવારથી ભકતો દાદાના દર્શન કરવા માટે ઉમટયા હતા,આમ તો દાદાને અલગ-અલગ દિવસ પ્રમાણે અલગ-અલગ શણગાર કરવામાં આવતો હોય છે.


ભકતોએ દર્શનનો લીધો લાભ

સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવને દર શનિવારે તેમજ મંગળવારે અલગ-અલગ શણગાર કરવામાં આવતા હોય છે,ત્યારે આજે દાદાને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો,દાદાને અન્નકૂટ ધરાયાબાદ તેનો પ્રસાદ ભકતોને આપવામાં આવશે,કયારેક હીરા મોતની શણગાર તો કયારેક ફૂલોનો શણગાર દાદાને કરવામાં આવે છે.ખાસ કરીને હવે જયારે શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે પણ અલગ-અલગ દિવસે દાદાને વિશેષ શણગાર કરવાનું મંદિર ટ્રસ્ટે આયોજન કર્યુ છે.


  • Follow us on: