- શનિવાર નિમિતે દાદાને ખાલેલાનો શણગાર
- દર શનિવારે દાદાને કરાય છે અલગ-અલગ શણગાર
- હજારો ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કરાઈ હતી.
દાદાને ખાલેલાનો શણગાર
દાદાને લાલ-પીળા ખાલેલાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી,દર શનિવારે અને મંગળવારે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવે છે,કયારેક ફૂલો નો કયારેક સુખડીનો તો કયારેક ચોકલેટનો પણ શણગાર કરવામાં આવતો હોય છે,આજે દાદાને લાલ પીળા ખાલેલાનો શણગાર કરવામાં આવ્યો છે.આજે દાદાના સિંહાસને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, શનિવાર નિમિત્તે દાદાને કચ્છથી મંગાવેલી 1100 કિલો લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો છે. આ શણગાર કરતા 6 સંત, પાર્ષદ અને ભક્તોને 6 કલાકનો સમય લાગ્યો હતો. આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.

સાળંગપુરમાં હેલિકોપ્ટર સેવા થશે શરૂ
સાળંગપુરમાં બિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી રાજ્યનું પહેલું એવું મંદિર બન્યું છે, કે જેમાં હેલિકૉપટરથી દર્શનનો લાભ લઈ શકાશે. યાત્રાધામ બોર્ડ દ્વારા એક હાઇટેક સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પછી આખા ગુજરાતના યાત્રાધામ માંથી પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેઈલી હેલિકોપ્ટર રાઇડ સેવા શરૂ કરવામાં આવશે.આગામી દિવસમાં યાત્રા ધામ વિકાસ બોર્ડનો અંબાજી,શ્રીનાથજી,પાલીતાણા,સાળંગપુર, સોમનાથ,વડનગર,નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રા ધામ પર હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે.
અદભુત શોનું આયોજન
આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાશે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે.
ત્રણ-ત્રણવાર કરાશે શો
આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.