• હનુમાનજી દાદાને ઓર્કિડ ફુલોનો કરાયો શણગાર
  • દાદાને દરરોજ કરવામાં આવે છે અલગ-અલગ શણગાર
  • હનુમાન જયંતિ પર સાળંગપુર મંદિરમાં કરાશે વિશેષ ઉજવણી

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 21-04-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

વિશેષ શણગાર

[[$googlead]]

આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે,આજે દાદાને 6 કિલો રંગબેરંગી ઓર્કિડ ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરા અને કોલકાતાથી મંગાવવામાં આવ્યા છે. દાદાના સિંહાસનેઆ શણગાર કરતા સંતો, પાર્ષદ અને હરિભક્તો સહિત 6 લોકોને ચાર કલાકનો સમય લાગ્યો હતો.

[[$alsoread]]


હનુમાન જયંતિ પર વિશેષ વ્યવસ્થા કરાઈ ભકતો માટે

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા નું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિ હોઈ જેને લઈ મંદિર વિભાગ દ્વારા તડામાર ત્યારીઓઓ ચાલી રહી છે, જેમાં 21 એપ્ર્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ ,સાજે 4 કલાકે 54 ફૂટની કિગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક ,ડાંસનું આયોજન, સાજે 7-30 કલાકે અગ્નિ પૂજા અને મહા આરતી ,ભવ્ય આતિશબાજી, લાઈટીગ શો તેમજ 23 એપ્રિલના રોજ સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે મારુતિ યજ્ઞ, કેક કટીગ, છડી પૂજન, અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે જેને લઈ મદિર ખાતે ત્યારીઓ ચાલી રહી છે. ઉનાળો હોઈ અને તડકાને લઈ પણ હરિભક્તોને તકલીફના પડે તેના માટે પણ છાસ, સરબત, પાણીના પરબ સહિતની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અદભુત શોનું આયોજન

આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાશે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે.

ત્રણ-ત્રણવાર કરાશે શો

આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.

  • Follow us on: