સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર એવમ્ સુખડી-લાડુનો અન્નકૂટ ધરાવાયો હતો.


[[$googlead]]

મંદિરમાં કથાનું કરાયું આયોજન

આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી 108 લાલજી સૌરભ પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.હરિકૃષ્ણ મહિલામંડળ દ્વારા હરિ મંદિરમાં વાલ્મીકી રચિત રામાયણનું તા.02 થી 08 માર્ચ 2025 આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહંત પુરાણી વિષ્ણુપ્રકાશ સ્વામી-અથાણાવાળાએ રામાયણ કથાનું રસપાન કરાવ્યું હતું, હરિભક્તોને રામાયણ કથા શ્રવણનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

[[$alsoread]]


15 કિલો ચાંદીના ડાયમંડજડીત વાઘા પહેરાવાયા

આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના વિશેષ વાઘા અને ધરાવેલા અન્નકૂટ વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે હનુમાનજીને 15 કિલો ચાંદીના ડાયમંડજડીત વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાને 100 કિલો સુખડી અને 100 કિલો બુંદીના લાડુનો અન્નકૂટ ધરાવાયો છે.તો શ્રીકષ્ટભંજન દેવને આજે ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન 15 કિલો છે, સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે.

વાઘામાં 200 રિયલ ડાયમંડ છે

આ ઉપરાંત વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર છે. આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાનું કુલ વજન 15 કિલો છે. આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. આ મુગટમાં સાત હજાર અને મોજડીમાં 3 હજાર ડાયમંડ છે. આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે. વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ વાઘા બનાવવા માટે 8 મુખ્ય ડિઝાઈનર અને કારીગરોએ લગભગ 1800 કલાક કામ કર્યું છે.

  • Follow us on: