સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિતે તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૫ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી દાદાના સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારીસ્વામી દ્વારા કરવામાં આવી હતી.


[[$googlead]]

સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ

કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. દર ૧૨ વર્ષે ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે. ત્યારે આજે અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાના મંદિરમાં મહાકુંભમેળાની ઝાંખી રજુ કરાઈ છે.દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

[[$alsoread]]


રાજમહેલ જેવા બિલ્ડીંગનો ભકતો લે છે લાભ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.


  • Follow us on: