• સાળંગપુરમા બિરાજીત શ્રીકષ્ટભંજન દેવને તિરંગાનો શણગાર કરાયો
  • આજે 15 ઓગસ્ટ હોવાથી દાદાને કરાયો ભવ્ય શણગાર
  • તિરંગાની થીમ પર દાદાને શણગાર કરાતા ભકતોમાં ખુશી

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત આજે શ્રી કષ્ટભંજનદેવ દાદાને તિરંગાનો શણગારા કરાયો

ત્રિરંગાની થીમ પર શણગાર

[[$googlead]]

આજે કરાયેલાં શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ 15 ઓગસ્ટની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે મંદિર અને પરિસરમાં 100થી વધુ ત્રિરંગા લહેરાવામાં આવ્યા છે.

[[$alsoread]]


ભકતોએ દાદાના કર્યા દર્શન

આજે સવારે 05:45 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.દાદાના વિશેષ વાઘા રાજકોટમાં 7 દિવસની મહેનતે બન્યા છે અને લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવતા 7 દિવસનો સમય લાગ્યો હતો અને અહીં શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 3 કલાકનો સમય લાગ્યો હતો.


ગઈકાલે શાકભાજીનો શણગાર કરાયો હતો

દાદાને 1000 કિલો વિવિધ શાકભાજીના વાઘા અને સિંહાસન શણગાર કરાયો હતો. દાદાને કરાયેલા શણગાર માટે શાકભાજી વડોદરાના પાદરાથી હરિભક્તોએ મોકલાવ્યા હતા. દાદાના શાકભાજી ફોટા બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને સિંહાસનને શાકભાજીનો શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને છ કલાકથી વધુ સમય લાગ્યો હતો.પાદરાના હરિભક્તો દ્વારા આ શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

  • Follow us on: