• શ્રાવણ માસમાં શ્રીહરિ જયંતી નિમિતે દાદાને કરાયો શણગાર
  • દાદાને અલગ-અલગ દિવસે કરાય છે ખાસ શણગારા
  • દાદાને શાકભાજીનો શણગાર કરતા 6 કલાકથી વધુનો સમય લાગ્યો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત આજે શ્રી કષ્ટભંજનદેવ દાદાને શાકભાજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો છે.

શ્રાવણ માસની વિશેષ ઉજવણી

[[$googlead]]

દિવ્ય શાકભાજીના વાઘા ધરાવી એવં બટાકા, રીંગણા, કોબી, ફુલાવર, ટામેટા, લીલા મરચા,ગાજર,સુરત,બીટ વિગેરે 1000 કિલો શાકભાજીની હાટડીનો દિવ્ય શણગાર કરાયો છે.આજે સવારે શણગાર આરતી પ.પૂજારી સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, શ્રાવણ મહિનાની સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિશે ઉજવણી કરવામાં આવી રહી છે.

[[$alsoread]]


વડોદરાના પાદરાથી શાકભાજી આવ્યા

આજે દાદાને 1000 કિલો વિવિધ શાકભાજીના વાઘા અને સિંહાસન શણગાર કરાયો છે. દાદાને કરાયેલા શણગાર માટે શાકભાજી વડોદરાના પાદરાથી હરિભક્તોએ મોકલાવ્યા છે. દાદાના શાકભાજી ફોટા બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને સિંહાસનને શાકભાજીનો શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને છ કલાકથી વધુ સમય લાગ્યો હતો.પાદરાના હરિભક્તો દ્વારા આ શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

અદભુત શોનું આયોજન કરાયું છે

4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાય છે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે.

 

  • Follow us on: