- સરદાર સરોવર નર્મદા ડેમ 80% ઉપર પાણીથી ભરેલો
- ડેમમાં હજુ પણ પાણીની આવક થઈ રહી છે
- નર્મદા કેનાલમાં 19,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે. તથા ડેમની જળ સપાટી 134 મીટર પહોંચી છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134 મીટર પાર કરી ગઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ 80% ઉપર પાણીથી ભરેલો
સરદાર સરોવર નર્મદા ડેમ 80% ઉપર પાણીથી ભરેલો છે. તેવામાં વીજ મથકો પણ સતત ચલાવવામાં આવે છે. ત્યારે વીજ મથકોમાંથી કરોડો રૂપિયાની વીજળી પેદા થઈ રહી છે. ત્યારે આ અંગે વીજ વિભાગના અધિકારી સાથે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે. સરદાર સરોવર નર્મદા ડેમ હજુ 80% ખાલી છે પરંતુ સંપૂર્ણ ભરાઈ જશે તેવી વકી દેખાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ પણ છે ત્યારે આ વખતે પણ નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી ભરાય તેમ સંપૂર્ણ દેખાઈ રહ્યું છે.
પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.00 મીટરે નોંધાઈ
સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.00 મીટરે નોંધાઈ છે. હાલ પાણીની સરેરાશ આવક 70,198 ક્યૂસેક થઈ રહી છે. જ્યારે ડેમના રિવરબેડ પાવર હાઉસ તબક્કાવાર ચલાવીને સાથે નર્મદા નદીમાં 17 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના પણ 5 ટરબાઈનો શરું કરવામાં આવ્યા અને નર્મદા કેનાલમાં 19,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે રાજ્ય ભરમાં ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 4150 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે.