[[$googlead]]
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની જળસપાટી 138.26 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો થયો છે. સીઝનમાં પ્રથમવાર સપાટી 138 મીટરને પાર ગઇ છે. મહત્તમ સપાટી પર પહોંચા માત્ર 42 સેમી બાકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક 49981 ક્યુસેક છે.
સંબંધિત તલાટીઓને પણ જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી
નર્મદા નદીમાં પાણીની જાવક 81140 ક્યુસેક છે. તેમજ નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા છે. સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં મંગળવારે સવારે 75,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજે સવારે 6 કલાકે ડેમની સપાટી 138.25 મીટર નોંધાઈ હતી. તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને પણ જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.









