• કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ વોકેથોનમાં જોડાયા
  • સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી પણ રહ્યાં હાજર
  • 13900 જેટલા રજીસ્ટ્રેશન થયા

ભારત દેશમાં પહેલીવાર સુરત શહેરમાં સાડી વોકેથોનનું આયોજન કરાયું છે. જેમાં પહેલા કુલ 13900 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આજે સવારે યોજાયેલા આ વોકેથોનમાં 15000 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. દેશમાં પહેલી વાર સાડી વોકેથોનનું આયોજન થયું હોવાથી વિદેશથી સુરત પ્રવાસે આવેલી કેટલીક મહિલાઓએ પણ ભાગ લેવા માટે નક્કી કર્યું છે અને તેઓ માહિતી લેવા માટે સુરત પાલિકા કચેરી પર પણ આવ્યા હતા.

સવારે 9 થી 11 વાગ્યા સુધી યોજાયો કાર્યક્રમ

[[$googlead]]


[[$alsoread]]

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવા માટે આજે સુરત સાડી વોકેથોનનું આયોજન કર્યું. સુરત ભારતનું ટેક્સ્ટાઇલ હબ છે. સાડી વોકેથોનનું આયોજન આજે સવારે 9 થી 11 વાગ્યા સુધીના સમયમાં કરાયું હતું. સુરત પાલિકાના ઉમરા પાર્ટી પ્લોટ પર હેન્ડલૂમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર સાડી વોકેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઇન્ટ બ્રિજ થઈ ત્યાંથી યૂ ટર્ન લઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવશે.


કાર્યક્રમમાં કોણ રહ્યું હાજર

સુરત વોકેથોનના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા 13900 મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ કાર્યક્રમમાં કુલ 15000થી વધુ મહિલાઓ જોડાઈ હતી. 


  • Follow us on: