- એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRB જવાનના હુમલાનો કેસ
- દબાણ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા સરથાણાના PIની બદલીનો નિર્ણય
- સારોલી પોલીસ સ્ટેશનના P.I વિરલ પટેલને સરથાણામાં મુકાયા
સમગ્ર રાજયમાં ચકચાર મચાવનારી સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRB જવાનના હુમલાની ઘટના બાદ સુરત શહેર અને જીલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.જેને લઈને આજરોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRB જવાનના હુમલાના કેસ હેઠળ સુરત પોલીસ કમિશ્નર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગુર્જરની બદલી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગુર્જરબદલી હાલ કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી છે. આ સાથે જ સારોલી પોલીસ સ્ટેશનના P.I વિરલ પટેલની બદલી કરીએ તેમને સરથાણા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા.










