• સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
  • દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું
  • ગુજરાત રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયુ

ગુજરાતમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અને જામનગર, ભાવનગર, કચ્છ સહિતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

[[$googlead]]

[[$alsoread]]

હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે પોરબંદર અને રાજકોટ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટના ધોરાજીમાં મેધરાજાએ ધબળાટી બોલાવી હતી. જેમાં ધોરાજીના ચિચોડ ગામમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે ધોરાજી ઉપલેટાના તાલુકા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ ઉપરાંત, ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ચારેય તરફ પાણી ભરાયા હતા. જેમાં રાજકોટ-પોરબંદર હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

અવિરત વરસાદથી આખું પોરબંદર પાણી પાણી થયું છે. છેલ્લા 22 કલાકમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણાવાવ, કુતિયાણામાં પણ ધોધમાર વરસાદ છે. આ કારણે સ્કૂલોમાં જાહેર કરાઈ રજા, તો વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવામા આવી છે. પોરબંદરમાં એક માળ સુધી પૂરના પાણી ફરી વળ્યાં છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ કારણે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. રોકડીયા હનુમાન સામે મફતીયા પરામાંથી 13 લોકોના રેસ્ક્યૂ કરી અને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસેલા હતા એક માળ સુધી પાણી ભરાયેલા હતા. તો વૃદ્ધોવય દિવ્યાંગ દંપતીનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું. 



દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું

દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું છે. જેમાં કલ્યાણપુરમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ કલ્યાણપુરમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પોરબંદરમાં રાત્રે પોણા 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાણાવાવમાં 8 ઇંચ, વેરાવળમાં 7 ઇંચ વરસાદ સાથે સુત્રાપાડામાં 7 ઇંચ, વંથલીમાં 7 ઇંચ વરસાદ, કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 6 ઇંચ, કુતિયાણા 6 ઇંચ વરસાદ, ઉપલેટામાં 5 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ વરસાદ તથા માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે. 

કુતિયાણાના ઘેડ વિસ્તારના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા

કુતિયાણાના ઘેડ વિસ્તારને જોડતો રસ્તો બંધ થયા છે. 15થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સેગરસ નજીક પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. કાસાબડ, છત્રવા, જમરા, મહિયારી, ભોગસર, ધરસન, કવલાકા, તરખાઇ, આમિપુર, કદેઘી સહિતના ગામ સંપર્ક વિહોણા થઇ ગયા છે.

 કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 10 ઈંચ વરસાદના પગલે કલ્યાણપુર, હરીપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થયા છે. ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઉભી થઈ છે.

દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. વાડી અને ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જામખંભાળિયા પંથકમાં પણ વરસેલા મુશળધાર વરસાદથી મોવાણ ગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. કુંતી નદીમાં પૂરના કારણે દ્વારકા- લીંબડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

ગુજરાત રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયુ


ગુજરાત રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયુ છે. જેમાં રાજ્યમાં વરસાદને લઈ રોડ રસ્તા પર અસર જોવા મળી છે. ત્યારે રાજ્યના કુલ 41 રોડ રસ્તાઓ બંધ થયા છે. તેમાં ભારે વરસાદથી રાજ્યના કુલ 41 રોડ રસ્તાઓ બંધ થયા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તાઓ બંધ થયા છે. જૂનાગઢના 12 રસ્તાઓ બંધ કરાયા છે.

રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય

નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરાઈ છે. રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે તો દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે.

જામકંડોરણા તાલુકના અનેક ગામડામાં વરસાદનું જોર

આ ઉપરાંત, રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ખજૂરડા, રોઘેલ, ગુદાસરી સહિતના ગામડાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું હતું. સતત બે દિવસથી વરસાદી માહોલ હોવાથી ગામડાઓની નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ સાથે ફોફળ ડેમ ઓવરફ્લો થયો હતો.

જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો

જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ તથા માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ જૂનાગઢ તાલુકામાં 3 ઇંચ, માળીયામાં 2.5 ઇંચ વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. 

ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ આવ્યો

ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ આવ્યો છે. જેમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા 11 KVના વીજપોલ ધરાશાયી થયા છે. પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. ડારી, છાત્રોડામાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વેરાવળમા પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. રેયોન કંપનીના ગેટ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયુ છે. 11 કેવીના 7 વીજ પોલ ધરાશાયી થયા છે.

કાલાવડ તાલુકામાં મેઘરાજાની તોફાની ઇનિંગ

મૂળીલા, ટોડા, નપાણિયા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખીજડિયા, ખરેડી સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. વરસાદી પાણી જાહેર માર્ગોમાં ફરી વળ્યાં. માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. 

ખંભાળિયામાં મૂશળધાર વરસાદ

દ્વારકાના ખંભાળિયામાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં કારમાં સવાર તમામ લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું.

વેરાવળ એસટી બસ સ્ટેશનમાં પાણી ભરાયા

ગીર સોમનાથમાં વેરાવળ એસટી બસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે એસટી બસ સ્ટેશન પર પાણી ફરી વળ્યા હતા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા હતા.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં સાત ખેતમજુરો ફસાયા હતા. ખેત મજુરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક તમામ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો હતો. ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. ભાખરવડ, વડાળા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.

ગીર સોમનાથ-વેરાવળ બાયપાસ પર પાણી ભરાયા

ગીર સોમનાથ-વેરાવળ બાયપાસ પર વરસાદી પાણી ભરાયા હતા. ભાલપરા નજીક ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો હતો. ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. ભાખરવડ, વડાળા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.

માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો

જૂનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ-કેશોદના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વંથલી, કેશોદ,પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ નજીકનું ઓસા ગામ બેટમાં ફેરવાયુ હતું. ભાણવડના નવાગામ રોડ પર વેરાડી નદીના પાણી ફરી વળ્યા હતા.

કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું

જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રીના કારણે કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર બધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મૂળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે.

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે કુલ 64 રસ્તા બંધ

ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે વાહનવ્યવહાર ખોરવાયો છે. જૂનાગઢના કેશોદ, વંથલી, માંગરોળ, મંદરડા, માળીયા તાલુકાના કૂલ 64 રસ્તાઓ બંધ છે. 

  • Follow us on: