દેશી દારૂની ભઠ્ઠી મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયામાં સ્થળ અને લોકેશન મૂક્યું છે. તેમાં કેમ્પસમાં નહીં પણ 100 મીટર દૂર જગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ પોલીસે FIRમાં કેમ્પસની અંદર હોવાનો ઉલ્લોખ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગૂગલ લોકેશન પણ મૂક્યું કે જગ્યા દૂર છે.
ફોટા મૂકી ખુલાસો કર્યો અને ગૂગલ લોકેશન પણ મૂક્યું કે જગ્યા દૂર છે
ફોટા મૂકી ખુલાસો કર્યો અને ગૂગલ લોકેશન પણ મૂક્યું કે જગ્યા દૂર છે. જેમાં ગાંજા બાદ શિક્ષણના ધામમાં દેશી દારૂની ભઠ્ઠી સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાં કેમ્પસની ઓરડીમાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી. તેમાં 32 લીટર દેશી દારૂ, 240 લીટર આથો જપ્ત કરવામાં આવ્યો છે. કુખ્યાત બુટલેગર અંકિત દેશી દારૂનો ધંધો કરતો હતો. એથ્લેટિક ગ્રાઉન્ડ નજીક ઓરડીમાં દારૂની ભઠ્ઠી હતી. યુનિવર્સિટીના કુલપતિએ દારૂની ભઠ્ઠી હોવાની વાત નકારી છે. તેમજ કુલપતિએ જણાવ્યું છે કે યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની કોઈ ભઠ્ઠી નથી. કેમ્પસમાં એવી કોઇ ઓરડી કે મંદિર નથી. કેમ્પસની બહાર ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઓરડી હોઈ શકે છે.
યુનિવર્સિટીમાં કેમ વારંવાર નશાના અડ્ડા મળે છે?
યુનિવર્સિટીમાં કેમ વારંવાર નશાના અડ્ડા મળે છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ નશાખોરીનું ગઢ બની રહી છે? આખેઆખી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમે, તંત્રને ગંધ પણ ન આવે? બુટલેગર યુનિવર્સિટીમાં દારૂની ભઠ્ઠી ચલાવે.. કોની રહેમનજર? આ શિક્ષણનું ધામ છે કે નશાખોરીનું કેન્દ્ર? ભૂતકાળમાં દારૂની ખાલી બોટલો, ગાંજાના છોડ મળી આવ્યા છે. યુનિવર્સિટીનું તંત્ર સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યુ છે તેમ નિદત બારોટે જણાવ્યું છે.









